
મોરબીના પીરેતરીકત સૈયદ એઝાઝબાપુ અને સૈયદ સિરાઝબાપુએ ખિલાફત હાંસીલ કરતા ખુશીની લહેર ફેલાઈ
આલે રસુલેને હુઝુર શૈખુલ ઈસ્લામ પીર મદનીમીંયા અશરફી સાહેબના હસ્તે ખિલાફત મળતા ફુલહારથી સ્વાગત કરાયુ
મોરબીના વાવડીરોડ શ્રીજીપાર્ક સોસાયટીમા રહેતા પીરે તરીકત સૈયદ અયુબબાપુ ખલીફાએ હુઝુર શૈખુલ ઈસ્લામના સહેઝાદા સિરાઝબાપુ તેમજ વીસીપરામા રહેતા પીરે તરીકત પીર ભચલશાબાપુના પૌત્ર પીર સૈયદ એઝાઝબાપુને હુઝુર શૈખુલ ઈસ્લામ પીર મદનીમીંયાબાપુ અશરફી સાહેબે ખિલાફત અતા ફરમાવતા મુસ્લીમ બિરાદરોમા ખુશીની લહેર ફેલાઈ હતી આ ખુશીના મૌકા પર બહોળી સંખ્યામા મુસ્લીમ બિરાદરોએ હાજરી આપી પીરે તરીકતને ફુલહારથી સ્વાગત કરી સન્માનિત કરવામા આવ્યા હતા