
રાજકોટમા આર્મસ એકટના ગુન્હાના કામે આરોપી જયેશ ઉર્ફે જયલો ગગુભાઇ મિયાત્રા આહિર રાજકોટ વાળાને નિર્દોષ છોડી મુકવાનો હુકમ
રાજકોટની નામદાર કોર્ટમાં આર્મસ એકટ ની કલમ ૨૫ (૧-બી) એ. તથા કલમ-૨૯ મુજબનો ગન્હો બનેલ જેમાં રાકકોટ ગાંધીગ્રામ પોલીસને તા.:-૧૩-૦૮-૨૦૨૪ ના રોજ બાતમી મળેલ કે માધાપર ચોકડી એ કાળા કલર નો શુટ પહરેલ એક ઇશમ હથીયાર લઇને ઉભો છે તેથી આ અંગે પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોઇ બનાવવાળી જગ્યા માધાપર ચોકડી પોહચી અને એ ઇશમ પાસે જઇ તેમનુ નામ પુછતા પોતાનું નામ મહમદ હનિફ ઉર્ફે મંગળી કાશમ માણેક રહે. પોપટપરા મીયાણાવાસ, રાજકોટ જણાવેલ તેની અંગ જળતી કરી તપાસ કરતા તેના નેફામાંથી. તેઓની પાસેથી દેશી બનાવટ ની છ બોરની રીવોલ્વર અને એક જીવતુ કાર્ટીસ મળી આવતા તેમને પુછતા કે આ હથીચાર રીવોલ્વરનું લાઈસન્સ કે કોઈ આધાર પરાવો છે જે ન હોય જેથી બે પંચો ને બોલાવી આરોપી મહમદ હનિક ઉર્ફે મંગળીની અટક કરેલ અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન રાજકોટ મકામેલઈ જઈ અને તેની રીવોલ્વર તથા જીવતુ કાર્ટીસ અંગે પુછપરછ કરતા તેમને એવુ જણાવેલ કે હથિયાર રીવોલ્વર અને કાર્ટીસ મને આરોપી નં.-૨ વિજય નાગજીભાઇ કોડીયા રહે. જામનગર રોડ, સંજય નગર-૧, રાજકોટ વાળાએ આપેલ અને તેમની આ ગુન્હાના કામે પોલીસે ધરપકડ કરતાં તેમને આ હથિચાર રીવોલ્વર તથા કાર્ટીસ અંગે પછપરછ કરતા તેઓએ આરોપી નં ૩ જયેશ ઉર્ફે જયલો ગગુભાઇ મિયાત્રા/આહિર રહે. શેઠનગર, બ્લોક-૪૯૧, જામનગર રોડ રાજકોટ વાળાનું નામ આપેલ જેથી તેમની ધડપકડ કરેલી અને તેમની પણ આ હથિયાર રીવોલ્વર અને કાર્ટીસ અંગે પુછપરછ કરતા તેમને આ હથિયાર રીવોલ્વર/ કાર્ટીસ આરોપી નં.-૪ ચૈતન પ્રભદાસ કાથરાણી રહે. મોરબીવાળા એ આપેલ અને તેમની પોલીસે તપાસ કરતાં તેઓનું અવસાન થયેલ હોય જેથી તેમના મરણ નો દાખલો આ ગુન્હાના કામે રજૂ રાખેલ અને આ કામે ત્રણેય આરોપીઓ સામે કરીયાદી પી.એસ,આઇ. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન રાજકોટ આ ગુન્હાની એફ.આઇ.આર નોંધી ને રાજકોટ ની નામદાર કોર્ટ માં આ કામના ત્રગ્રેય આરોપીઓને રજૂ કરતા નામદાર કોર્ટે રૂપિયા દસ-દસ હજારના જામીન ઉપર મુકત કરવાનો હુકમ જેતે વખતે મેજીસ્ટ્રેટ સાહેબે ફરમાવેલ અને ત્યાર બાદ આ ગુન્હાના કામે ત્રણેય આરોપીઓ સામે આર્મસ એકટ કલમ ૨૫ (૧ બી)એ. તથા કલમ ૨૯ મુજબ ચાર્જશીટ કરવામાં આવેલ અને જેમણે ફોજદારી કેસ નં-૧૦૦૮૯/૨૦૧૨ આપવામાં આવેલ અને રાજકોટના મહેરબાન જે.એમ.એફ.સી. (ટ્રાફીક કોર્ટના મેજીસ્ટ્રેટ શ્રી લીંઝા અભય ખાંડેવાલની કોર્ટમાં કેસ ની ટ્રાયલ ચાલુ થતા આ કેસ માં કેસ ચલાવવા આરોપી નં.-૩ જયેશ ઉર્ફે જયલો ગગભાઇ મિયાત્રા તરફે વિદવાન ધારાશાસ્ત્રી ગુજરાત હાઇકોર્ટે શ્રી પી.ડી,માનસેતા રોકાયેલા અને આ કામના ફરીચાદી પી.એસ.આઈ. ગાંધીગામ પોલીસ સ્ટેશન રાજકોટના જે.બી,પટેલની આ ગુન્હાના કામે સરકારી વકીલ સાહેબે સરતપાસ કરેલી અને તેઓએ આ ગન્હા અંગે દરેક બાબત જણાવેલી આ કામે હથીયાર રીવોલ્વર/કાર્ટીસ શીલ પૈક કરીને ગાંધીનગર મુકામે આવેલ નિયામક ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરીએ પ્રર્થકરણ અર્થે એક.એસ.એલ અકિારીશ્રીને મોકલાવેલ જે અંગેના દસ્તાવેજી પુરાવાઓને આ કામે આંક-૫૯ નાં-૧ થી ૬ સુધી આપવામાં આવેલ તેમજ બીજા અન્ય દસ્તાવેજી પુરાવાઓ આ ગુન્હાના કામે રજૂ રાખેલ અને સરકાર પાસે એવી દલીલ કરેલ કે આ ગુન્હાના કામના આરોપીઓ એ હથીચાર રીવોલ્વર/કાર્ટીસ અંગેનો ગંભીર પ્રકાર નો ગૃન્હો આચરેલ હોય આ કામના ત્રણેય આરોપીઓને મહતમ મા મહતમ સજા કરવા જણાવતી જોર દાર દલીલ પણ કરેલ અને ત્યાર બાદ આરોષી નં.-૩ જયેશ ઉર્ફે જયેશના વકીલ તરીકે રોકાયેલ વિધ્ધાન ધારા શાસ્ત્રી પ્રાણલાલ માનસેતાએ તપાસના કામે ફરીયાદી તેમજ બીજા પોલીસ સાહેદો તેમજ પંચો અને ત્યારબાદ આર્મસ એકટ અંગે જોરદાર ધારદાર કાયદાકીય લેખીત તેમજ મૌખિક દલીલ કરેલ અને સાથે નામદાર ગુજરાત હાઇકોર્ટ તેમજ સુપ્રિમકોર્ટ ના ચુકાદાઓ રજુ કરી આ કામના આરોપીઓ આ ગન્હાના કામે સંડોવાયેલ હોય તેવુ ફરીયાદી પુરવાર કરી શકેલ નથી તેમજ હથિયાર રીવોલ્વોઅને કાર્ટીસ તપાસ અધિકારીએ કબજે કરેલ અંગે આ કામના પંચોએ સમર્થન આપેલ નથી જેથી આગુન્હાના કામેથી આરોપીઓને નિર્દોષ છોડી મકવા જોઇએ આકામના આરોપી નં.-૩ જયેશ ઉર્ફે જયલો ગગુભાઇ મિયાત્રા આહિરના વકીલશ્રી ગુજરાત હાઇકોર્ટે શ્રી પી.ડી.માનસેતાનો લેખિત તથા મૌખિક દલીલોને માન્ય રાખી આ કામના ત્રણેય આરોપીઓને ખુલ્લી અદાલતમાં નિર્દોષ છોડી મુકવાનો નામદાર કોર્યે કર્યો હતો આ કામ માં આરોપી નાં-૩ જયેશ ઉર્ફે જયલો ગગભાઇ મિયાત્રા રહે. રાજકોટ વાળાના વકીલ તરીકે ધારાશાસ્ત્રી ગજરાત હાઇકોર્ટે પ્રાણલાલ માનસેતા રોકાયેલા હતા