
મોરબીમા ઓર્ગેનાઇ ક્રાઇમ (સંગઠિત ગુનાઓ) ના ગુના તથા પ્રોહીબીશનના ગુનામાં અગાઉના ચાલીસથી વધારે ગુનાઓના બે આરોપીઓ શરતી જામીન મોરબી સેશન્સ કોર્ટમાં મંજૂર કરાવતા એડવોકેટ સિરાજ અબ્રાણી
આ કામે, એસ.એમ સી. ( સ્ટેટ મોનિટરિંગ સેલ ) ગુજરાત દ્વારા મોરબી જીલ્લામાં મોરબી – અણિયારી રોડ ઉપર આવેલ રંગપર બેલા ગામની સામેના ભાગે આવેલ એક સિરામિક કારખાના પાછળ ના ભાગ માં આવેલ વોકળા ના કાથે ખુલ્લી જગ્યામાં મોટા પાયે દેશી દારૂ નો જથ્થો હોવાની બાતમી ના આધારે એસ.એમ .સી. એ રેડ કરેલ હતી અને આ કામે 750 લિટર દારૂ, મોબાઈલ ફોન, રોકડ રૂપિયા, આઈ. ટ્વેન્ટી ગાડી સાથે કુલ. રૂ. 476800/- ના મુદામાલ સાથે આરોપીઓ નિ ધરપકડ કરલે હતી, અને બી.એન.એસ. કલમ ( ઓર્ગેનાઇજ ક્રાઇમ ) 111 (3),(4), તેમજ પ્રોહી કલમ 65 (એ)(ઈ),81,83,98(2), વિગેરે મુજબ ગોનો નોંધ્યો હતો
જે કામે મુખ્ય આરોપી અનવરભાઈ ઉર્ફે (દડી) હાજીભાઈ માલાણી તેમજ અન્ય આરોપી ફારૂકભાઈ મહેબૂબભાઈ કુરેસી એ પોતાના એડવોકેટ સિરાજ આઇ. અબ્રાણી મારફતે મોરબીના મહેરબાન પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરેલ હતી
જે કામે આરોપી અનવરભાઈ માલાણી કે જેમના વિરુદ્ધ અગાઉ બેતાલીસથી વધારે ગુન્હા નોંધાયેલ તેમજ ફારૂકભાઈ કુરેસી વિરુદ્ધ પણ અગાઉના ગુન્હા હોય તેવું પોલીસ એફિડેવિટમાં જાહેર થયેલ હતું. જે કામે એડવોકેટ સિરાજ આઈ. અબ્રાણીએ નામદાર સુપ્રીમકોર્ટ ના જજમેંટ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલ હતા અને જે આધારે જોરદાર દલીલ રજૂ કરેલ હતી જેને માન્ય રાખીને નામદાર પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ મોરબીએ દરેક આરોપીના રૂ પચ્ચીસ હજારના શરતી જામીન પર બંને અરજદાર આરોપીને જામીન મુક્ત કરેલ હતા આ કામે બંને અરજદાર આરોપીના વકીલ ટંકારાના યુવા એડવોકેટ સિરાજ ઇબ્રાહિમભાઈ અબ્રાણી રોકાયેલ હતા.