
માળીયા મિંયાણામા પાયાની સુવિધાઓના હકક માટે લડતા અમરણાંત આંદોલનના ઉપવાસી ઝુલફીકાર સંધવાણીની તબીયત લથડતા સારવાર માટે ખસેડાયા
મોરબી જિલ્લાના માળીયા મિંયાણા મામલતદાર કચેરી તાલુકા સેવા સદનના અન્યાયી સ્થળાંતરણ અને પાયાની સુવિધાઓ સામે ચાલી રહેલા આંદોલન અંતર્ગત ઝુલ્ફીકાર સંધવાણી છેલ્લા કેટલાક દિવસોથી ભૂખ હડતાળ પર હતા તારીખ ૨ માર્ચ ૨૦૨૫ના સાંજે લગભગ 8:30 વાગ્યે તેમની તબિયત અત્યંત નાજુક બની જતા માળીયા મિયાણા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
તેમનું આંદોલન તાલુકા સેવા સદન મામલતદાર કચેરીને અન્ય જગ્યા પર સ્થળાંતરણ અને માલિયા મિયાણા શહેર સાથે કરવામાં આવતી અવગણનાના વિરોધમાં છે વારંવાર રજૂઆતો છતાં, જિલ્લા તંત્ર અને રાજકીય દબાણ હેઠળ રહેલા અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે કોઇ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી આમ એક શાંતિપૂર્ણ અને લોકશાહી અધિકાર માટે લડતા વ્યક્તિના આરોગ્યની હાલત ગંભીર બનવા છતાં પ્રશાસન સંપૂર્ણ રીતે નિષ્ક્રિય છે અમે તાત્કાલિક જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને આ મુદ્દે કાર્યવાહી કરવા અપીલ કરીએ છીએ અને જનતાના હકોની રક્ષા માટે સંપૂર્ણ ન્યાયસંગત નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે આ બનાવ બનતા મિંયાણાસમાજના આગેવાનો સહિત લોકોના ટોળા ઉમટી પડયા હતા અને તંત્ર સામે તારે રોષ છવાયો હતો