
જૂનાગઢમાં એસઆરપી જવાન સવ: બ્રિજેશભાઈ લાવડિયાને માર મારી મરવા મજબુર કરનાર પોલીસ અધિકારી વિરુધ્ધ ગુન્હો દાખલ કરવા મોરબી આહિર સમાજે આવેદન પાઠવી આક્રોષ સાથે રજુઆત કરાઈ
મોરબીમા ટ્રક ટ્રાન્પોર્ટની ઓફીસે આહિર જવાનને ન્યાય આપવા અંગે ભવ્ય બેઠક મળ્યા બાદ આજે બહોળી સંખ્યામા આહિર સમાજ દ્રારા આવેદન પાઠવી આક્રોશ વ્યકત કર્યો હતો
મૂળ મોરબી જિલ્લાના માળિયા મિંયાણા તાલુકાના મેઘપર ગામના રહેવાસી બ્રિજેશભાઈ લાવડીયા જુનાગઢ પીટીસી સેન્ટર ખાતે ફરજ બજાવતા હતા ત્યારે પોલીસ અધિકારીઓએ ઓફીસે બોલાવ્યા અને માર મારી ખોટી રીતે આક્ષેપો કરી બદનામ કરવાની ધમકીઓ આપી માર મારતા મૃતક એસ.આર.પી.જવાને ધરે ફોન કરી આપવીતી જણાવી છેલ્લા રામરામ કરી ફોન સ્વિચ ઓફ કરી દિધો હતો
ત્યારબાદ બીજા દિવસે શાપુર ગામ પાસે વાડીમાંથી ગળા ટુપો ખાધેલી હાલતમાં બ્રિજેશભાઈ લાવડીયાની ડેડબોડી મળી આવી હતી જોકે તેના શરીર ઉપર આડેધડ મારવામાં આવ્યો હોય તેવા નિશાન જોવા મળ્યા હતા. આટલું જ નહીં પરંતુ ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું તેમાં પણ તેના શરીર ઉપર માર મારવામાં આવ્યો છે તે અંગેની નોંધ છે તો પણ પોલીસ દ્વારા મૃતકના દીકરા રિતેશકુમાર બ્રિજેશભાઈ લાવડીયાની અરજીને ધ્યાને ન લેતા આરોપીઓ વિરુધ્ધ ગુન્હો દાખલ કરી કડક કાર્યવાહી કરવા મોરબી જીલ્લા આહિર સમાજે નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી
આવેદનમા મૃતક બ્રિજેશભાઇ લાવડીયા તેમજ તેના પરિવારને ન્યાય મળે અને આરોપીઓને આકરી સજા મળે તટસ્થ તપાસ થાય તે માટે જરૂરી તમામ કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે અને બ્રિજેશભાઇને માર મારનાર અને મારવા માટે મજબૂર કરનાર સામે પહેલા તો તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે તેવી મોરબી આહીર સમાજ દ્વારા પરિવારજનોને સાથે રાખીને માંગ કરવામાં આવી છે અને જો ફરિયાદ નહીં લેવામાં આવે તો ન્યાય માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવડુ અને આહિર સમાજ દ્રારા ઉગ્ર આક્રોષ સાથે દેખાવો કરાશે તેવુ સમાજના અગ્રણીઓએ જણાવ્યુ હતુ