
મોરબીમા પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પાટીદાર ધામમાં ટ્રસ્ટી મંડળમાં ફેરફાર થતા સન્માન સમારોહ તથા વિદાય સમારંભ યોજાયો
મોરબીમા પાટીદાર ધામ ઓફિસે સન્માન સમારોહ અને વિદાય સમારંભ યોજાયો હતો જેમાં ટ્રસ્ટ ચાલુ થયું ત્યાંરથી મહામંત્રી તરીકે નાનજીભાઈ મોરડીયા અને ખજાનચી તરીકે ચમનલાલ કુંડારીયા સેવા નિવૃત્ત થયા અને નવા મહામંત્રી તરીકે મહાદેવભાઇ રંગપરીયાઅનેખજાનચી તરીકે અશોકભાઈ પટેલ જોડાયા જેમાં તમામ ટ્રસ્ટી મંડળ હાજર રહી પુષ્પગુચ્છ અને દિવાલ ઘડિયાળ અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ
આ કાર્યક્રમમાં પ્રમુખ સેવક કિરીટ ભાઈ દેકાવડીયા ચંદુભાઈ મોરડીયા વલ્લભ ભાઈ મોરડીયા સોનલ બેન પાર્થિવ ભાઈ જય ભાઈ કેવળ ભાઈ ભાવિનાબેન રૂપલ બેન જલ્પાબેન વગેરે એ હાજરી આપી કાર્યક્રમ ને દીપાવ્યો હતો
આ ઉપરાંત ટ્રસ્ટી મંડળના પૈકી જે લોકો હાજર રહી શક્યા નથી તેવા ટ્રસ્ટીઓ ફોનથી એ શુભેચ્છા પાઠવી હતી