
માળીયા મિંયાણાના રાસંગપર પાસે ત્રણ વર્ષથી ગરીબ નિરાધારના બેલી બની ચાલતા સંગાથ વૃધ્ધાશ્રમમા બત્રીસ વડીલોની મોજથી રહી જીવન ગુજારી રહયા છે
મોરબી માળીયા મિંયાણા તાલુકાના સેવાભાવી દાતાઓ દ્રારા દાનમા કપડા અનાજ આપી મદદરુપ બની સેવા આપતા વૃધ્ધ નિરાધારોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો
માળીયા મિંયાણાના રાસંગપરના પાટીયા પાસે આવેલ ગરીબ નિરાધાર વૃધ્ધો માટે એસ.એસ.વી.ટી સંચાલિત સંગાથ વૃધ્ધાશ્રમમા વૃધ્ધો અને વડીલોને સેવા પુરી પાડતા સંગાથ વૃધ્ધાશ્રમની સન ૨૦૨૦ મા સ્થાપના કરવામા આવી હતી જેમા તાજેતરમા બત્રીસ જેટલા ગરીબ નિરાધાર વૃધ્ધ મહિલાઓ અને વડીલો ખુશી ખુશી રહીને જીવન ગુજારી રહયા છે ત્યારે સંગાથ વૃધ્ધાશ્રમમા રહેવા જમવાની ખુબજ સરસ વ્યવસ્થા સાથે મનોરંજના કાર્યક્રમો રાખી વૃધ્ધ નિરાધારોને ખુશ રાખવામા આવે છે આ સેવાભાવી સંસ્થાની સેવાકિય પ્રવૃતિને ધ્યાને રાખી મોરબી માળીયા મિંયાણા તાલુકાના આજુબાજુના સેવાભાવીઓ દ્રારા વારંવાર દરેક તહેવારોમા વૃધ્ધ વડીલોને ખુશ કરવા માટે અવનવા મનોરંજનના કાર્યક્રમો રાખવામા આવે છે તેમજ સેવાભાવીઓ દ્રારા કપડા અનાજ સહિતની ચિજવસ્તુઓ વૃધ્ધાશ્રમમા આપી સેવા આપી રહયા છે ત્યારે સંગાથ વૃધ્ધાશ્રમની એકવાર મુલાકાત લેવા અને ગરીબ નિરાધાર વૃધ્ધોની મદદમા સહકાર આપી ગરીબોની વહારે આવવા સંગાથ વૃધ્ધાશ્રમના ટ્રસ્ટીઓ ધવલભાઈ તેમજ મણીલાલભાઈ અને સંચાલક પ્રવિણભાઈ મકવાણાએ અપીલ કરી હતી