માળીયા મિંયાણાના વવાણીયા ગામે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર આયોજીત મલ્ટી સ્પેશિયાલીટી મેગા મેડિકલ કેમ્પમા હજારો દર્દીઓનો ઉમટયા જુઓ ઈન્ટરવ્યુ વીડીયો

માળીયા મિંયાણાના વવાણીયા ગામે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર આયોજીત મલ્ટી સ્પેશિયાલીટી મેગા મેડિકલ કેમ્પમા હજારો દર્દીઓનો ઉમટયા


આ મેગા હેલ્થ કેમ્પમા ૬૦ જેટલા મલ્ટી સ્પેશિયાલીસ્ટ ડોકટરોની ટીમ મસીહા બનીને દર્દીઓને સેવા આપી હતી ગુજરાતભરના દર્દીઓ લાભ લેવા ઉમટી પડયા હતા

માળીયા મિંયાણા તાલુકાના વવાણીયા ગામે આ મેગા મેડિકલ કેમ્પનો હેતુ વવાણિયા ગામે અવતરેલ મહાન સંત શ્રીમદ્ રાજચંદ્રજીનો દેહવિલય દિન તારીખ ૯ એપ્રિલ હોવાથી આ દિવસે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા વવાણિયામાં એક નિઃશુલ્ક મેગા મલ્ટીસ્પેશિયાલિટી મેડિકલ મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ૧૫૦૦૦થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને દરેક રોગોની સામાન્યથી લઈને સર્જીકલ પ્રકારની ઉચ્ચ આધુનિક સારવાર તદ્દન નિઃશુલ્ક આપવામાં આવતાં લોકો આ કેમ્પની પૂર્વ તૈયારી રૂપે તારીખ ૬ એપ્રિલથી ૮ મી એપ્રિલ સુધી દિવ્યાંગોની તપાસણી તેમ જ સહાયક સાધનો તેમ જ કૃત્રિમ અંગોના માપ લઈ લેવામાં આવ્યા હતા. આથી કેમ્પના દિવસે તેમને તેમના માપ મુજબ વિશિષ્ટ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે તેમના ચહેરા પર દેખાતો હર્ષ કંઈક અલગ હતો. વવાણીયા અને આજુબાજુના ૧૩૦ ગામોની ૨.૫ લાખની વસ્તીમાં કુપોષણ અને સ્વાસ્થ્ય જાગૃતિની ડ્રાઇવ કરવામાં આવી હતી

આ મેડિકલ કેમ્પમાં મોરબી માળીયા મિંયાણાના ધારાસભ્યશ્રી કાંતિલાલ અમૃતિયા, રામજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી જશુભાઈ, દિલુભા ઉદયસિંહ જાડેજા, માળિયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રમેશભાઈ સવજીભાઈ રાઠોડ, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજાશભાઈ મેરજા, માળિયા મિંયાણા પી.એસ.આઈ. ગઢવી માળિયાના મામલતદાર પંડ્યા લક્ષ્મીવાસના સરપંચશ્રી પ્રાણજીવનભાઈ કાવર કાર્યકારી પ્રમુખ મેણંદભાઈ ડાંગર સહિતનાઓએ સમર્થન અને પ્રોત્સાહન આપવા ઉપસ્થિત હતા.

શ્રીમદ્ રાજચંદ્રજીની કરુણાને કાર્યાન્વિત કરતાં તેમના પરમ ભક્તો માનવતાવાદી સંત અને શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રેકારાજીની પ્રેરણા અને માર્ગદર્શનથી યોજવામા આવેલા આમેડિકલકેમ્પમાંમુંબઈરાજકોટ
મોરબી, USA અને કેનેડાનાથી ૬૦ થી વધુ સ્પેશ્યિાલીસ્ટ ડૉક્ટરો અને સેંકડો સ્વયંસેવકોએ જીવ રેડીને સેવા આપી હતી ચોમેર અવિરત તપાસ, નિદાન સર્જરી, સારવાર વગેરે ચાલી રહ્યા હતા, લોકોના ચહેરા અને આંખોમાં અનુભવાતી રાહત સ્પષ્ટપણે દેખાતી હતી. જનરલ મેડિસીન, જનરલ સર્જરી, વિકલાંગ, પોષણ મૂલ્યાંકન, સ્ત્રી રોગ, બાળરોગ, હ્રદયરોગ, કેન્સર, લોહીના ટકા, કાન, નાક તથા ગળાના રોગ, ચામડીના રોગ, પ્રોસ્ટેટ, કિડની, કરોડરજ્જુ અને હાડકાં, આંતરડા, જ્ઞાનતંતુ, ફેફસા, માનસિક રોગ, નેત્ર રોગ, દાંતના રોગ, રેડિયોલોજી, પેથોલોજી, ફાર્મસી, ફિઝિયોથેરપી, ક્યુપેશનલ થેરપી વગેરે અનેક તપાસ અને સારવારથી આ મેડિકલ મેગા કેમ્પ ધમધમી ઉઠી હતી સાથે જ જે દર્દીઓને આગળ તપાસ કે સારવારની આવશ્યકતા જણાઈ છે, તે સર્વને ધરમપુરની શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ કે રાજકોટમાં સારવારનો ખર્ચ અને સહાય આપવામાં આવનાર છે. દિવ્યાંગો અને અન્ય દર્દીઓ માટે રોગમુક્તિનો સંદેશ લઈને આવનાર આ કેમ્પમાં જાણે તેઓને જીવવાનું એક અલગ બળ મળી ગયું હોય એવું લાગતું હતું. આવી અભૂતપૂર્વ સફળતા પાછળ ચોક્કસ શ્રીમદ્ રાજચંદ્રજીનું યોગબળ અને પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશના આશિષ કામ કરી રહ્યા હોય એવું લાગતુંહતુંવિશ્વભરમાં ફેલાયેલ ૨૦૨ કેન્દ્રો દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરનો સેવાકીય કાર્યોનો સફળ ઈતિહાસ અને અનુભવ અહીં સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો વવાણિયાનો આ નિઃશુલ્ક મેગા મલ્ટીસ્પેશિયાલિટી મેડિકલ કેમ્પ દર્દીઓને નવજીવન બક્ષતા મસીહા બનીને આવ્યો હતો તેવી ચર્ચા ચોમેર થઈ રહી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here