
મોરબી ઘુંટુ તળાવીયા શનાળા રોડ પરથી ખંડણી માંગી ઉધોગપતિને ઉપાડી જનાર ત્રણ શખ્સોને મોરબી પોલીસે મધ્યપ્રદેશથી મુદામાલ સાથે ઉપાડી લીધા
મોરબી તાલુકા પોલીસે ગુનેગારોને ગણતરીના દિવસોમાં દબોચી મધ્યપ્રદેશથી મોરબી ભેગા કર્યા
મોરબી ઘુંટુ તળાવીયા શનાળા રોડ પર તાજેતરમાં ઉદ્યોગપતિનુ અપહરણ કરી પાંચ લાખની ખંડણી વસુલીને ત્રણ પરપ્રાંતીય શખ્સો ઉધોગપતિને અમદાવાદ નજીક ઉતારી મધ્યપ્રદેશ નાસી છુટ્યા હતા જે તમામને મોરબી તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં મધ્યપ્રદેશથી ઉપાડી લીધા છે જેમની પાસેથી ખંડણી પેટે મેળવેલ રૂ ૨.૧૬ લાખ અને ગુનામાં વપરાયેલ ઇકો કાર સહીત કુલ રૂ ૪.૧૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે જાણવા મળતી વિગત મુજબ તાજેતરમાં મોરબીના ઘૂટું ગામથી તલાવીયા શનાળા તરફ જતા રોડ ઉપરથી ત્રણ પરપ્રાંતીય શખ્સોએ મોરબીના કારખાનેદરનું અપહરણ કરી ખંડણી પેટે પાંચ લાખ પડાવી નાસી છુટતા ચકચાર મચી જવા પામી હતી જેથી ભોગ બનનાર જીજ્ઞેશ મહાદેવભાઈ ભટ્ટાસણાએ આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં અપહરણ અને ખંડણીનો ગુનો નોંધાવ્યો હતો જેથી મોરબી તાલુકા પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરી વધુ તપાસ ચલાવી હતી અને અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સીસથી આરોપીઓનો રૂટ તપાસતા ઇકો કાર લઈને મધ્યપ્રદેશ તરફ ગયા હોવાની બાતમી મળી હતી જેથી તુરંત મોરબી તાલુકા પીઆઈ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.જી.જેઠવા જયદેવસિંહ ઝાલા અજીતસિંહ પરમાર કુલદીપ કાનગડ દિવ્યરાજસિંહ જાડેજા સહીતની જુદી જુદી ટીમોને મધ્યપ્રદેશ રવાના કરી મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં તપાસનો ધમધમાટ કરતા મનાવર તાલુકાના સરસગાવ ગામેથી આરોપી રોહિત ઉર્ફે રાજકુમાર નાનુરામ મંડલોઈ ઉ.વ ૨૩ રહે મધ્યપ્રદેશ જયંતકુમાર હરિહર બહેરા ઉ.વ ૩૦ અને તપનકુમાર ઉર્ફે મનોજ હરિહર બહેરા ઉ.વ ૨૭ રહે બંને ઓરિસ્સા મળી કુલ ત્રણેય આરોપીઓને ગણતરીના દિવસોમાં બીજા રાજ્યમાંથી ઝડપી લઈને તેઓની પાસેથી ખંડણી પેટે રૂ.૨.૧૬ લાખ અને ગુનામાં વપરાયેલ ઇકો કાર એમપી-૦૯-ઝેડસી-૨૭૭૮ જેની કિંમત રૂ.૨ લાખ મળીને કુલ રૂ ૪.૧૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તો અન્ય આરોપી પવન પસિંગ નરગેસ અને રાજેશ ગજાનંદ નરગાંવે રહે.બંને એમપી વાળાને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે