
મોરબીમા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત ૧૦૦ મા એપીસોડ સાર્થક વિધા મંદિરમા પોલીસ સહિત અનેક લોકોએ લાઈવ નિહાળ્યો
પી.એમ નરેન્દ્ર મોદીની મન કી બાતના ૧૦૦ માં એપિસોડ કાર્યક્રમ નિમિતે આજે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ સ્ટેશન દ્વારા એ ડીવીઝન પોલીસ લાઈન ખાતે કાર્યક્રમ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મોરબી સીટી બી ડીવીઝન અને તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા સાર્થક સ્કૂલ મોરબી ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
ઉપરાંત હળવદ પોલીસ સ્ટેશન દ્વારા જુના પોલીસ સ્ટેશન ખાતે, વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર પોલીસ લાઈન ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા આર્ય સમાજ ટંકારા ખાતે, માળિયા પોલીસ સ્ટેશન દ્વારા શીતળા માતાજી મંદિર પાસે કાર્યક્રમ યોજાયો હતો
જે કાર્યક્રમ નિહાળવા પોલીસ અધિકારી, કર્મચારીઓ તેમજ પોલીસ પરિવારો ઉપરાંત હોમગાર્ડ, જીઆરદી જવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ સ્થાનિક આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો અને નગરજનો કાર્યક્રમ નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા