
મોરબી જીલ્લાના હળવદ મેરુપર ગામના ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી ભુપત ઉર્ફે મેરુ પરમારના શરતી જામીન મંજુર
હળવદમાં ગાંજાના જથ્થા સાથે મળી આવેલા ભુપત પરમારની ધરપકડ કરવામાં આવી હોય જેણે મોરબીની ડિસ્ટ્રીકટ કોર્ટમાં જામીન માટે અરજી કરતા કોર્ટે અરજી મંજુર રાખી છે અને આરોપીનો જામીન પર છુટકારો થવા પામ્યો છે
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના મેરુપર ગામે રહેતા ભુપત ઉર્ફે મંગલભાઈ પરમારની પોલીસે ગાંજાના ૭ કિલો, ૬૬૦ ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરી હતી.આ મામલે હળવદ પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં આરોપી પક્ષે વકીલ યોગરાજસિંહ જે. જાડેજા રોકાયેલ હતા અને આરોપી ભુપતએ વકીલ મારફત મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં કેસની સુનાવણી દરમિયાન વકીલ યોગરાજસિંહ જે.જાડેજાની તમામ દલીલને ધ્યાને લઈને મોરબીની ડિસ્ટ્રીકટ કોર્ટે આરોપી ભુપતના જામીન મંજૂર કર્યા હતા.
આ કેસમાં આરોપી પક્ષે એડવોકેટ યોગરાજસિંહ જે.જાડેજા, બ્રિજરાજસિંહ ઝાલા અને રોહિતસિંહ જાડેજા રોકાયેલા હતા.