મોરબી જીલ્લા પોલીસવડા ડીવાયએસપી પી.એ.ઝાલા અને એ ડિવિઝન પીઆઈ હુકુમતસિંહ જાડેજા સહિતનાએ જરુરી માર્ગદશન આપી પ્રશ્રોની આપ લે કરી હતી..જુઓ વીડીયો

મોરબીમા મહિલા સુરક્ષાને ધ્યાને લઈને શાળા કોલેજના સંચાલકો સાથે એસ.પી ના અધ્યક્ષ સ્થાને પોલીસે મીટીંગ યોજી હતી

મોરબી જીલ્લા પોલીસવડા ડીવાયએસપી પી.એ.ઝાલા અને એ ડિવિઝન પીઆઈ હુકુમતસિંહ જાડેજા સહિતનાએ જરુરી માર્ગદશન આપી પ્રશ્રોની આપ લે કરી હતી

મોરબી શહેરમા વધતા જતા યુવતીઓની છેડતીના બનાવો અને ગુનાખોરીને ડામવા પોલીસ એક્શન મુડમા આવી હતી જેમાં ગઈકાલે વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કર્યા બાદ આજે પોલીસે શાળા અને ટ્યુશન કલાસીસના સંચાલકો સાથે આજે પોલીસે મીટીંગ યોજી હતી જે મીટીંગમાં જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી પી એ ઝાલા સહિતના અધિકારીઓએ માર્ગદર્શન આપી પ્રશ્રોની આપ લે કરી હતી

મોરબીની ખાનગી શાળાના સંચાલકો અને ટ્યુશન તેમજ કોચિંગ કલાસીસના સંચાલકો સાથે એ ડીવીઝન પોલીસ મથક ખાતે મીટીંગ યોજવામાં આવી હતી જેમાં વિવિધ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો શાળા અને કલાસીસ સંચાલકો પાસેથી વિવિધ સૂચનો લેવામાં આવ્યા હતા જેમાં ક્યાં વિસ્તારમાં પોલીસને વધુ પેટ્રોલિંગની જરૂરત છે, શાળા-કોલેજ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા સહિતના મુદે ચર્ચા કરવામાં આવી હતી જે મામલે જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે શાળા પાસે ટ્રાફિક સમસ્યા હોય તેવા વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે અને ટ્રાફિક ક્લીયરન્સ માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે તો વાલીઓને પણ જરૂરી સૂચનાઓ આપવામા આવી હતી જેમાં નાની ઉમરના બાળકોને વાહનો ચલાવવા ના આપવા, લાયસન્સ મેળવ્યા બાદ જ વાહન ચલાવવા આપવું અને આવા કેસમાં વાલીઓની જવાબદારી ફિક્સ થાય છે તેવી માહિતી આપવામાં આવી હતી સાથે જ દીકરીઓ સાથે દીકરાને પણ સમજણ આપવામાં આવે જેમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો, મહલા સુરક્ષા અને મહિલા સન્માન અંગે દીકરાઓને જરૂરી માહિતી આપવી જેથી આવા કૃત્ય ના કરે અને પોલીસને એક્શન લેવાની ફરજ ના પડે તેમ જણાવ્યું હતું સાથે જ છેડતી જેવા બનાવોમાં ફરિયાદી પોતાની ઓળખ જાહેર કરવા ના માંગતા હોય તો પણ કાયદાની જોગવાઈ પ્રમાણે પોલીસ નામ ગુપ્ત રાખી એક્શન લઇ સકે છે તે સહિતની માહિતી આપવામાં આવી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here