મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે ખુલ્લી ગટરનો ખાડો વાહન ચાલકો માટે માથાનો દુખાવો તંત્ર ખાડે ગયુ

મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે ખુલ્લી ગટરનો ખાડો વાહન ચાલકો માટે માથાનો દુખાવો તંત્ર ખાડે ગયુ

જુના બસ સ્ટેન્ડ પાસે ઢાંકણા વિનાનો ગટરનો ખાડો તંત્રની આબરૂના લીરેલીરા ઉડાડે છે તંત્રને મોતિયો કે અંધાપો શહેરીજનોમાં કચવાટ

મોરબી જુના બસ સ્ટેન્ડ પેટ્રોલપંપ સામે ખુલ્લી ગટરના ખાડામાં રિક્ષા સહીતના વાહન ચાલકો દરરોજ ખાબકી રહ્યા છતાં તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં હોય તેમ કોઈનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યુ હોય તેમ ખુલ્લી ગટરના ખાડાને માથે ઢાંકણુ ફીટ કરવા આળસ મરડી રહ્યા છે દરરોજ રિક્ષા કે બાઈક ચાલકો આ ગટરના ખુલ્લા ખાડામાં ખાબકી રહ્યા છે અને ગટરના ગંદા પાણી શહેરના મેઈન રોડ ગણાતા અને જુના બસ સ્ટેન્ડ જવા માટે હજારો લોકો અહીથી પસાર થયા હોય છે જે લોકો આબરૂ લઈ જતા હોવા છતાય તંત્રનુ પેટનું પાણી હલતુ નથી જો આ ગટરના ખુલ્લા ખાડા માથે ઢાંકણુ ફીટ નહી કરાઈ તો આગામી સમયમાં કોઈ દુર્ઘટના સર્જાય તો નવાઈ નહી જેથી દરરોજ આ ખાડામાં ખાબકતા વાહન ચાલકોની સાથે શહેરીજનોમાં તંત્રની આળસ સામે કચવાટ ઉભો થયો છે શહેરના મેઈન ગણાતા રોડ પર જો ગટરનુ ઢાંકણુ ફીટ ન કરી શકતુ તંત્ર ખરેખર ખાડે ગયુ હોય તેવો ઘાટ સર્જાયો છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here