
મોરબી મણીમંદિર નજીક શંકર આશ્રમ નિલકંઠ મહાદેવ મંદીર પાસે અજાણ્યા યુવાનના મૃતદેહ મળતા વાલી વારસની શોધખોળ
મોરબી બી ડિવિઝન પોલીસની હદમા મળેલ બિનવારસી મૃતદેહના જમણા હાથમા “આઈ મોમાઈ માં” ત્રોફાવેલ છે
મોરબી સીટી બી ડીવી પોસ્ટે અ.મોત નં-૧૯/૨૦૨૩ સી.આર.પી.સી કલમ-૧૭૪ મુજબના કામે મરણ જનાર એક અજાણ્યો પુરૂષ ઉવ-આશરે ૩૫ વર્ષનો તા-૨૦/૦૫/૨૦૨૩ કલાક-૧૩/૪૫ વાગ્યે પહેલા કોઇ વખતે મોરબી મણીમંદીર પાસે રેલ્વે પાટા અને શંકર આશ્રમ નીલકંઠ મહાદેવના મંદીરની દક્ષીણ તરફેની દીવાલ પાસે કોઇ અગમ્ય કારણોસર મરણ ગયેલ હાલતમા ડેડ બોડી મળી આવેલ હોય અને જેનુ પી.એમ રાજકોટ ફોરેન્સીક સાયન્સ મેડીકલ કોલેજમાં પી.એમ કરાવેલ અને જેની લાશ પી.એમ રૂમ રાજકોટ કોલ્ડસ્ટોરેજમા રાખવામા આવેલ હોય જે લાશના ફોટા નીચે મુજબના હોય જે પુરૂષની લાશ જોતા શરીરે મધ્યમ બાંધોનો ચહેરો ગોળ છે, મરણ જનારના શરીરે બજરી કલરનુ મેલા જેવુ અડધી બાઇનુ ટી શર્ટ તથા કાળા જેવા કલરનુ જીન્સ પેન્ટ પહેરેલ છે જમણા હાથમા “આઇ મોમાઇ માં” ત્રોફાવેલ છે અને મરણ જનારના નામની કે તેના સગા સંબધીની કોઇ ઓળખ થયેલ ન હોય જેથી મરણ જનારની લાશ હાલે રાજકોટ સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમા રાખવામા આવેલ હોય જેથી મરણ જનારના લાશની ઓળખ કરવા તેઓના વાલીવારસ મળી રહે તો મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકે મો.નં-૬૩૫૭૨ ૪૦૭૧૮ અથવા તપાસ કરનાર અધિકારી શ્રી વી.ડી.મેતા મોરબી સીટી બી ડીવીઝન પોસ્ટે મો.નં-૯૬૮૭૬ ૯૩૩૦૨ પર જાણ કરવા વિનંતી