
મોરબી પચાંસરરોડ પર ગટરમાં પડી ખુંચી ગયેલા ગૌવંશ અબોલજીવને બહાર કાઢી જીવ બચાવી મુસ્લીમ યુવાનોએ માનવતા મહેકાવી જુઓ વીડીયો
મોરબી સીટી વીસ્તારના પંચાસર રોડ ગીતા મીલની સામે ગટરના તળાવમાં ગૌવંશ અબોલજીવ ગટરના કીચડમા ખુંચી જતા બોપરના ધોમધખતા તાપમા બે વાગ્યાના આરસામા ગટરના કીચડમાથી બહાર નીકળવા વલખા મારી રહયુ હતુ તે દરમિયાન પંચાસર રોડના મુસ્લિમ યુવાનોને ધ્યાને આવતા કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ રાખ્યા વગર અબોલ ગૌવંશને બહાર કાઢવા મુસ્લીમ યુવાનો એકત્ર થયા હતા જેમા મોહંમદ તલાટ- કાદર પલેજા સહિતના મુસ્લીમ યુવાનોએ ગાયના વાછરડાને ગટરના ગંદા કીચડમાથી બહાર કાઢવા માટે ભારે મહેનત કરી અને ગટરના ગંદા કીચડમા ઉતરીને માથાના ભાગે મોટી દોરીનો રસી બાંધી યુવાનોએ બહાર ખેચીને ભારે મહેનત કરી અબોલજીવ પ્રેમી બની વાછરડાને બહાર કાઢતા મુસ્લીમ યુવાનો ધોમધખતા તાપમા પરસેવાથી તરબોળ થઈ ગયા હોવા છતા ભારે જહેમત ઉઠાવી અબોલજીવ ગૌવંશને બહાર કાઢી જીવ બચાવી માનવતા મહેકાવી હતી