મોરબીના ગ્રાહકને વીમા કેસના ૬૮ હજારનો ચેક અર્પણ કરતા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખશ્રી લાલજીભાઈ મહેતા

મોરબીના ગ્રાહકને વીમા કેસના ૬૮ હજારનો ચેક અર્પણ કરતા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખશ્રી લાલજીભાઈ મહેતા

મોરબી જીલ્લા શહેર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબીના વતની જયભાઈ મહેતાનો કેસ ચાલી જતાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા ગ્રાહકને કોરોનાની બીમારી સબબ નામંજૂર કરેલા ૬૮ હજાર ચૂકવી આપવા હુકમ કરેલ. જે વિમાના રૂ.૬૮હજાર નો વીમો પાસ કરેલ જે ચેક અર્પણ કરાયો. આ તકે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા તથા ગ્રાહક સુરક્ષા મંડળના સહમંત્રી રામભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક જાગૃતિના સેમિનારો થકી જાગૃતિ લાવવાનું કાર્ય કરે છે અને ગ્રાહક જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. ગ્રાહકે પોતાના હક અને હિત માટે લડવું જોઈએ આજના સમયમાં લોકો છેતરાતા હોય છે જેથી ગ્રાહકોએ આવા કિસ્સામાં મંત્રી રામભાઈ તથા પ્રમુખ લાલજીભાઈ મહેતાનો સંપર્ક કરવો તેમના મોબાઇલ નંબર 9825790412 પર ફોન કરી યોગ્ય જાણકારી મેળવવી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here