
મોરબી- સુરેશ ગૌસ્વામી- અલ્પેશ ગૌસ્વામી દ્રારા
મોરબી માં શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર દ્વારા શ્રીમદ્દ ભાગવત કથા નું આયોજનકથા પૂર્વે યુવા હરિ ભક્તો દ્વારા બાઇક રેલી નું આયોજન
મોરબી પંથક માં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માં સૌથી વધુ જાણીતા એવા શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર આયોજીત શ્રી હરી યુવા જ્યોત શ્રી સંસ્કારધામ દ્વારા ગુરુઋણ મુક્તિ મહોત્સવ અંતર્ગત શ્રીમદ્દ ભાગવત કથાનું ભવ્ય આયોજન તા ૧-૬ થી ૭-૬ રાત્રે ૯ થી ૧૧:૩૦ સનસીટી ગ્રાઉન્ડ રવાપર ઘુનડા રોડ પર કરવામાં આવ્યું છે. આ કથા ના વક્તા પ પૂ શાસ્ત્રી શ્રી જગતપ્રકાશદાસજી સ્વામી કથાનું રસપાન કરાવશે કથા માં મંદિર ના મહંત પૂ શ્રી પ્રેમપ્રકાશદાસજી ના આશીર્વચન થી તા ૧-૬ ને ગુરુવારે બપોરે ૩ વાગ્યે કથાની ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં સંતો મહંતો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે કથા ના વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે આ કથા માં સંતો મહંતો રાજકીય સામાજીક આગેવાનો ઉપસ્થિત રહેશે કથા પૂર્વે યુવાનો દ્વારા સંસ્કારધામ મંદીરથી ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યા માં હરિભક્તો ને યુવાનો જોડાયા હતા.