
મોરબીમા “તુ બહાર કેમ બેઠી છો કહીને” પત્ની સાથે મારામારી કરી ઈજાગ્રસ્ત કરનાર પતિનો નિર્દોષ છુટકારો
મોરબીમા પત્ની સાથે મારામારી કરનાર આરોપી પતિનો કેશ નામદાર કોર્ટમા ચાલી જતા આરોપીનો નિર્દોષ છુટકારો થયેલ હતો મોરબીમા મૂળ રાળેશ્વર તા. જી. મોરબીવાળા હાલ વીસીપરા ચાર ગોડાઉન પાસે મોરબી વાળી મનીષાબેન વાઈફ ઓફ અનિલભાઈ બચુભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવેલ ઘર ના ઓટલા ઊપર બેઠી હતી ત્યારે મારા પતિ અનિલભાઈ બચુભાઈ સોલંકી બહારથી આવી ને મને ‘તું બહાર કેમ બેઠી છોતેમ કહીને મને જેમફાવે તેમ ગાળો આપવા લાગેલા અને મેં તેને ગાળો આપવાનીના કહેતા તેઓ એકદમ આવેશમાં આવી ગયેલ અને મને જેમફાવે તે ઢીકા પાટુનો મારી બહાર કેમ બેઠી છો કહીને મારા ઘરમા પડેલ કુહાડો લઇને ઊંધો કુહાડો મારા જમણાં પગમા મારેલ અને દેકારો થતા આજુબાજુ મા રહેતા પાડોશી આવી ગયેલા અને મને છોડાવેલ અને મને દુખાવો થતા મને મોરબીમા આવેલી સરકારી હોસ્પિટલે લઇ ગયેલા અને જયા મેં સારવાર લીધેલી અને આ અંગેની જાણ મેં મારા સાસુ લક્ષ્મીબેન ને પણ કરેલ અને આ બનેલ બનાવ અંગે ની ફરિયાદ મોરબી સીટી બી.ડીવીજન પોલીસ સ્ટેશનમાં કરેલી અને પોલીસ એ આરોપી અનીલ બચુભાઈ સોલંકી સામે ગુનો રજીસ્ટર લઇ અને આરોપી સામે આઈપીસી કલમ ૩૨૩ ૫૦૪ તથા જી પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ફરીયાદ નોધી પોલીસે આરોપીની ધરપકડ કરેલી અને કોર્ટમાં રજૂ કરતા આરોપી અનીલના વકીલ તરીકે ગુજરાત હાઇકોર્ટ પી. ડી. માનસેતા રોકાયેલા અને જામીન અરજી કરતા આરોપીને કોર્ટએ જામીન મુકત કરેલા. આ કામના આરોપી અનીલ બચુભાઈ સોલંકી સામે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા અને આ ગુન્હાના કેસની ટ્રાયલ મોરબી એડિશનલ ચિફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ચંદનાણી સાહેબની કોર્ટમા ચાલી જતા આરોપીના વકીલ તરફે રોકાયેલા ધારાશાસ્ત્રી ગુજરાત હાઇકોર્ટ પી. ડી. માનસેતા મોરબીનાએ ફરિયાદીની ઉલટ તપાસ કરેલ અને દલીલ કરેલ જે નામદાર કોર્ટ એ માન્ય રાખીને આરોપી અનીલ બચુભાઈ સોલંકીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો આ ગુન્હાના કામે આરોપી અનિલભાઈ તરફે વિદ્વાન ધારાશત્રી ગુજરાત હાઇકોર્ટ પી. ડી. માનસેતા રોકાયેલા હતા