
મોરબી જીલ્લાના ટંકારાના મોટા ખીજડીયામા બનેલ સાપરાધ મનુષ્યવધના કેશમા આરોપી દિપકસિંહ વાધેલાનો નિર્દોષ છુટકારો
બનાવની ટુંકમા હકિકત એવી છે કે મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે પાંચ વર્ષ પહેલા ઝાલા પરિવારના કુળદેવી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ્વના ખુશીના પ્રસંગે ઉમંગમા આવીને દિપકસિંહ ખોડુભા વાધેલાએ ફાઈરીંગ કરતા શોભાયાત્રામા હાજર ફરીયાદીના નાનાભાઈ ઉપેન્દ્રસિંહને માથાના ભાગે ગોળી વાગી જતા તે બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશને આઈપીસી કલમ ૩૦૮ ૩૩૮ અને આર્મસ એકટ મુજબનો ગુન્હો નોંધાયો હતો જે સદર કેશ મોરબીના પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રીક જજશ્રી પી.સી.જોષી સાહેબની કોર્ટમા ચાલી જતા આરોપી દિપકસિંહ ખોડુભા વાધેલાના વકીલ તરફે મનીષ પી.ઓઝા (ગોપાલ ઓઝા) તેમજ કું.મેનાઝબેન પરમારએ નામદાર કોર્ટમા ધારદાર રજુઆતો કરી નામદાર હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટના ચુકાદાઓ રજુ કરતા બચાવપક્ષના એડવોકેટશ્રી મનીષ પી.ઓઝા- (ગોપાલ ઓઝા)ની રજુઆતોને ધ્યાને રાખી આરોપી દિપકસિંહ ખોડુભા વાધેલાને નિર્દોષ ઠેરવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો