
માળીયામિયાણા
તા.૧૮ જુન ૨૦૨૩
રિપોર્ટ : રજાક બુખારી – ગોપાલ ઠાકોર
માળીયા મિંયાણાના છેવાડાના વર્ષામેડી ગામની સીમમાં રહેતા જત પરીવારોને મોરબી અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપે ભોજનની વ્યવસ્થા કરી જમાડ્યા જુઓ વીડીયો
મોરબી અનસ્ટોપેબલ ગ્રુપે બિપોરજોય વાવાઝોડાના ૨૫૦ અસરગ્રસ્તોને ભોજન કરાવી જઠરાગ્નિ ઠારીને માનવતા મહેકાવી
મોરબી જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાના કહેર વચ્ચે હંમેશા સેવામાં અગ્રેસર રહેતુ અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપે રણકાંઠા વિસ્તારમાં રહેતા ૨૫૦ જેટલા જત પરીવારો અને મજુર પરીવારો સુખડી પુરી ભાજીનુ ભોજન કરાવી માનવતા મહેકાવી હતી માળીયાના રણકાંઠાના વર્ષામેડી ગામની સીમમાં રહેતા જત પરીવારો અને મજુર પરીવારો બિપોરજોય વાવાઝોડાના પગલે સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા ત્યારે લોકોને જમવાની રહેવાની વ્યવસ્થા મોરબીની સેવાભાવી સંસ્થા દ્વારા પુરી પાડવામાં આવી હતી જેમાં અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ માળીયાના છેવાડાના વિસ્તાર સુધી પહોચી સંકટ સમયે કપરી પરિસ્થિતિ વચ્ચે લોકોની મદદ માટે આગળ આવ્યા હતા નવલખી પોર્ટની બાજુમાં આવેલ માળીયાના વર્ષામેડી ગામની સીમમાં રહેતા ૨૫૦થી વધુ અસરગ્રસ્ત લોકોને સુખડી પુરી ભાજીનું ભોજન કરાવ્યું હતુ આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ તથા ગ્રુપના સભ્યો જોડાયા હતા આમ હંમેશા સેવામાં અગ્રેસર અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપે વાવાઝોડાની કપરી પરિસ્થિતિ વચ્ચે ભોજન કરાવી સીમ વિસ્તારમાં રહેતા લોકોની જઠરાગ્નિ ઠારી સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપે પંછી પાની પીને સે ઘટે ના સરીતા નિર ધર્મ કીયે ધન ના ઘટે સહાય કરે રઘુવીર યુક્તિને સાર્થક કરી માનવતા મહેકાવી હતી