
મોરબી મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમે અષાઢીબીજના પાવન પર્વે નિમિતે રામાપીરના પાઠ ભજન ભોજનનો હજારો ભકતોએ લાભ લીધો
મોરબી મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે રામદેવપીરનો પાટ, ભજન અને ભોજન સહિતના વિવિધ ભવ્ય કાર્યક્રમ રાખી ઉજવવામાં આવ્યો હતો જેમા હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન કરી પ્રસાદનો લાભ લીધો હતો
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મહંતશ્રી ભાવેશ્વરી માતાજીના સાનિધ્યમાં સવારે યજ્ઞ અને રામાપીર મંદિરે નેજા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો તેમજ સાંજના સમયે પ્રસાદ રામાપીરને પાઠ તેમજ ભજનનો ભવ્ય કાર્યક્રમ યોજાવામા આવ્યો હતો આ સમગ્ર કાયક્રમ દરમિયાન જાણીતા કથાકાર બાળવિદુતી રત્નેશ્વરીબેને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે જયંતીભાઈ, ચુનીભાઈ, ત્રિભોવનભાઈ, કેશુભાઈ, દેવકરણભાઈ, દિલીપભાઈ, ગીરીશભાઈ ઘેલાણી, અજયભાઈ સહિતના અનેક ભકતો ઉપસ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. તેવું મુકેશ ભગતની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.