
મોરબી એ ડિવિઝન પોલીસે સુરત શહેરના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારની સગીર વયની દિકરી ના અપહરણ કેસમા આરોપી તથા સગીરવયની દિકરીને શોધી કાઢી
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન તેમજ પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજા ની સુચના મુજબ મોરબી સીટી એ ડીવીજન પો.સ્ટે વિસ્તારમાં સીટી-૨ મોબાઈલ નાઈટ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન નવા બસ સ્ટેન્ડ પાસે એક સગીર વયની દિકરી તથા એક પુરૂષ શંકાસ્પદ હાલતમા ઉભા હોય જેથી તેઓની સીટી-૨ મોબાઈલના ઈન્ચાર્જ એ પુછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહી આપતા મોરબી સીટી એ ડીવીજન પો.સ્ટે લાવીને વધુ પુછપરછ કરતા પોતે સુરત શહેર થી ભાગીને અહીં મોરબી આવેલ હોવાનુ જણાવતા સગીર વયની દિકરી ના પિતાએ સુરત શહેરના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૬૩૬/૨૦૨૩ આઈ.પી.સી.કલમ-૩૬૩ મુજબ અપહરણ નો ગુન્હો રજી કરાવેલ હોય જે ગુન્હાના કામેની ભોગ બનનાર સગીર વયની દિકરી તથા નીચે જણાવેલ આરોપી હોય જેથી તેઓને સુરત શહેર ઈચ્છાપોર પોલીસ સ્ટેશન ના ગુન્હાના કામે સોપી આપેલ છેઆરોપી સાકેત સ/ઓ ઈમ્તીયાજખાન શેખ ઉ.વ.૨૦ રહે મોરા ગામ મોરા ટેકરા હજીરા રોડ સુરત મુળ રહે ઘોઈ તા.ગતાઈ જી.ભીંડ (મધ્ય પ્રદેશ) આરોપીને પકડવાએચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ.હેડ.કોન્સટેબલ રામદેવસિંહ જાડેજા તથા પોલીસ.કોન્સટેબલ શક્તિસિંહ પરમાર તથા મહીલા પો.કોન્સ પુનમબેન ચૌધરી નાઓ દ્વારા કરવામા આવી હતી