માળીયા મિંયાણાના વેજલપર ગામે ગૌમાતા ઉપર વિજળી પડતા ઘટનાસ્થળે મોત  પ્લોટ વિસ્તારમાં અનેક ઘરોમાં વિજ ઉપકરણો બળી ગયા અમુક વિસ્તારોમાં આખી રાત અંધારપટ

માળીયામિયાણા
તા.૩૦ જુન ૨૦૨૩
રિપોર્ટ : ગોપાલ ઠાકોર

માળીયા મિંયાણાના વેજલપર ગામે ગૌમાતા ઉપર વિજળી પડતા ઘટનાસ્થળે મોત  પ્લોટ વિસ્તારમાં અનેક ઘરોમાં વિજ ઉપકરણો બળી ગયા અમુક વિસ્તારોમાં આખી રાત અંધારપટ

માળીયામિંયાણાના વેજલપર ગામે મોડી સાંજે ભયંકર કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો જેમા આકાશી વિજળી રીતસર વેરણ બની વિજળીનુ તાંડવ જોવા મળ્યુ હતુ અને વેજલપર ઉપર એકાદ કલાક ભયંકર કડાકા ભડાકાથી ગામને ખખડાવી નાખ્યુ હતુ અને વિજળીના જોરદાર ચમકારા સાથે હાજા ગગડાવી નાખે તેવા કડાકાથી જનજીવન સપડાઈ ગયુ હતુ જોકે આ વરસાદી માહોલ વચ્ચે વેજલપર પ્લોટ વિસ્તારમાં રહેતા માલધારી વિહાભાઈ ભુરાભાઈ જાદવના વાડામાં રહેલી ગાયો ઉભેલી હોય જેમા એક ગાય લિમડા પાસે ઊભી હતી ત્યારે અચાનક જ આકાશમાંથી કડાકા સાથે ગાય ઉપર વિજળી પડતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ જયારે અન્ય ગાયો લીમડા પાસેથી દુર હોય ભયંકર કડાકાથી નાસભાગ મચી જવા પામી હતી તેમજ લીમડાની અમુક ડાળખી બળી ગઈ હતી બીજી તરફ વિજળી પડતા પ્લોટ વિસ્તારોમાં અનેક ઘરોમાં વિજ ઉપકરણો બળી ગયા હતા અને આખી રાત અંધારપટ છવાયેલો રહ્યો હતો

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here