
મોરબી જીલ્લાના હળવદ તાલુકાના મિયાણી ગામે પરીણિતાએ સાસરીયાના ત્રાસથી આપઘાતના ગુનામાં પતિના રેગ્યુલર જામીન મંજુર કરતી ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટ
મોરબી જીલ્લાના હળવદ તાલુકાના મિંયાણી ગામે પરણીતાએ આપધાત કરી લેતા ફરીયાદી રાજુબેન વા. ઓ. જાદવજીભાઈ જીજુવાડીયા નાઓએ પોતાની દિકરી કાજલે પોતાના સાસરીયાઓના શારીરીક તથા માનસિક ત્રાસને લીધે પોતાના પિયરે ઝેરી દવા પીને આપઘાત કર્યાઅંગેની ફરીયાદ લખાવેલ હતી
જેમાં આ કામના આરોપી પતિ કલ્પેશ ત્રિભુવનભાઈ સુરેલાની રેગ્યુલર જામીન અરજી મોરબીના મહિલા એડવોકેટ હિરલબેન નાયક મારફત નામદાર મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી આરોપીઓ તરફે વકીલ શ્રી હિરલબેન આર.નાયક દ્વારા કેશના સંજોગો તથા કાયદાકીય જોગવાઈઓના આધારે ધારદાર દલીલ કરતા જે દલીલને ધ્યાને લઈ દલીલના આધારે નામદાર કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીને એટલે કે પતિ કલ્પેશભાઈ ત્રિભુવનભાઈ સુરેલાને રેગ્યુલર જામીન પર પર છોડવા મંજુરનો હુકમ કર્યો હતો આ કામે આરોપી પક્ષે વકીલશ્રી હિરલબેન આર. નાયક રોકાયેલ હતા. અગાઉ આ કેશમા સસરા ત્રિભોવન ઠાકરશીભાઈ સુરેલાને રેગ્લયુર જામીન તથા સાસુ રમીલાબેન ત્રિભુવનભાઈ ઠાકરશીભાઈ સુરેલાને આગોતરા જામીન પર છોડાવવામાં પણ વકીલ શ્રી.હિરલબેન આર. નાયક જ રોકાયેલા હતા.