
મોરબીના ખેવારીયા ગામ નજીક વોકળામા તણાયેલા મુસ્લીમ યુવાન હુશેન શેખનો મૃતદેહ ૩૨ કલાક બાદ સેવાભાવી યુવાનોએ શોધ્યો રેસ્કયુ ટીમે દેખાવ કરી સંતોષ માની લીધાની લોકચર્ચા જુઓ વીડીયો
સેવાભાવી કાર્યકરો હુશેન પઠાણ અને નરેશ ડાંગરેચા વાહિદભાઈ ખોખર સહિતનાઓએ સતત રાતદિવસ શોધખોળ કરી મૃતક હુશેન શેખની બોડીને શોધી બહાર કાઢી ધન્ય છે સેવાભાવી કાર્યકરોને…?
મોરબી જિલ્લામાં રવિવારે વરસાદ થતા મોરબીના અનેક સ્થળોએ વરસાદના કારણે વિકટ સ્થિતિ સર્જાઈ હતી જ્યાં રવિવારે સાંજે ખેવારિયા ગામ નજીક વોકળામાં એક મુસ્લીમ પરણીત યુવાન થેલો પડી જતા ફરીથી વોકળામા થેલો લેવા જતા ધસમસતા પાણીના પ્રવાહમા તણાયો હતો જેમા મહિલાનો આબાદ બચાવ થયો હતો અને યુવાન પાણીમા ગરક થતા બનાવના પગલે ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું દુર્ઘટનાને કલાકો વીત્યા બાદ પણ પતો નહી લાગતા આખરે તંત્રનુ કામ સેવાભાવી યુવાને કરી બતાવ્યુ હતુ જેમા સતત રાત દિવસ ખડેપગે રહીને સેવાભાવીઓ હુશેન પઠાણ નરેશ ડાંગરેચા અને વાહીદ ખોખરે ૩૨ કલાક બાદ રાત્રીના સમયે મૃતક હુશેન શેખની ડેથબોડીને બહાર કાંઢી કહેવાતી રેસ્કયુ ટીમનુ સેવાભાવીઓએ કામ કરી તંત્રનુ નાક વાઢયુ હોવાનુ અને તંત્ર દ્રારા મોકલવામા આવેલ રેસાકયુ ટીમ માત્ર દેખાવ કરી સંતોષ માની લીધુ હોવાની લોકચર્ચા જાગી હતી
પ્રાપ્ત વિગત મુજબ રવિવારે સાંજના સમયે મોરબીના ખેવારિયા ગામે મેઘમહેરને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. એ સમયે એક બાઈક ચાલક દંપતી ત્યાંથી પસાર થતું હતું. ખેવારિયા ગામ પાસેના રસ્તે પસાર થતાં રસ્તામાં વોકળો આવતો હતો. અને તેમાં પાણી ભરાઈ ગયું હતું. આવા સમયે બાઇક ચાલક દંપતિ ત્યાંથી પસાર થતાં પાણીનો ધસમસતો પ્રવાહ તેમની પાસે આવી જતા તુરંત બાઈક સાથે દંપતી પાણીમાંથી નીકળી ગયું હતું. પરંતુ આ સમયે બાઇકમાંથી એક થેલો વોકળામાં પડી ગયો હતો. જેથી એ થેલો પરત લેવા માટે દંપતીમાંથી પતિ એ થેલો લેવા પરત ગયો હતો અને વોકળામાં પાણીના પ્રવાહને કારણે તેમાં તણાયો હતો ત્યારે બત્રીસ કલાક બાદ સેવાભાવી કાર્યકરોએ લાશને બહાર કાઢી પી.એમ માટે હોસ્પીટલે ખસેડી હતી