
મોરબી જીલ્લાના હળવદ તાલુકાના સુરવદર ગામે સીમ વિસ્તારમાંથી બ્લેન્ડર સેલ ફોર ઓનલી રાજસ્થાન ઈંગ્લીશદારૂ જથ્થો હળવદ પોલીસે ઝડપી લીધો હતો આરોપી ધમો કોળી ફરાર
મોરબીના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહી. જુગારની બદી સદંતર નેસ્ત-નાબુદ કરવા સુચના કરેલ હોયજે અનુસંધાને પોલીસ કોન્સટેબલ બીપીનભાઈ મંગળભાઈ પરમાર તથા ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ નાઓને સંયુક્ત રીતે મળેલ ખાનગી બાતમી હકિકત આધારે પોલીસ ઇન્સપેક્ટરશ્રી કે.એમ.છાસીયા નાઓએ પોલીસ હેડ કોન્સટેબલ કે.એમ.સોલગામા નાઓને જરૂરી પોલીસ સ્ટાફ સાથે હકીકતવાળી જગ્યાએ રેઇડ કરવા સુચના કરતા હકીકતવાળી જગ્યા હળવદ તાલુકાના સુરવદર ગામની શોભાસર સીમ વાળા રસ્તે આરોપીના હવાલાવાળા ઝુંપડામાં રેઇડ કરતા ઝૂંપડામાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશદારૂની કુલ બોટલ નંગ-૩૦ કુલ કિ.રૂ.૨૫ ૫૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ હોય જેથી આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
આરોપી ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો કરશનભાઇ ધામેચા જાતે કોળી રહે.સુરવદર તા.હળવદ જી.મોરબીના હવાલાવાળો મુદ્દામાલ ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની BLENDERS PRIDE SELECT PREMIUM WHISKY FOR SALE IN RAJASTHAN ONLY લખેલ ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૩૦ કી.રૂ.૨૫,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સપેક્ટર કે.એમ.છાસીયા, પોલીસ હેડ કોન્સટેબલ કે.એમ.સોલગામા તથા પોલીસ.કોન્સટેબલ. દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા તથા પો.કોન્સ. બીપીનભાઇ મંગળભાઇ પરમાર તથા પોલીસ.કોન્સટેબલ. ગંભીરસિંહ વાધજીભાઈ ચૌહાણ તથા પોલીસ.કોન્સટેબલ તેજપાલસિંહ મહીપતસિંહ ઝાલા તથા પો કોન્સ. કમલેશભાઇ રાજુભાઇ પરમાર નાઓ દ્રારા આ કામગીરી કરવામાં આવી હતી