
મોરબી જીલ્લાના હળવદ પોલીસ સ્ટેશનના ખનીજ ચોરીના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઈમ બ્રાંચ પેરોલ ફર્લો સ્કવોડે ઉપાડી લીધો
અધિક પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજયગાંધીનગરનાઓ તરફથી નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ સમગ્ર રાજયમાં તા.૧૦/૦૭/૨૦૨૩ થી તા.૩૦/૦૭/૨૦૨૩ સુધી ખાસ ઝુંબેશનુ આયોજન કરેલ હોય જેથી ઉપરોકત કામગીરી અસરકારક રીતે કરવારાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા દ્રારા ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીનાઓને જરૂરી સુચના કરતા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ કે.જે.ચૌહાણ તથા એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી./પેરોલ ફર્લોસ્કોડ, મોરબીના સ્ટાફના કર્મચારીઓ ઉપરોકત કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઈ ચંન્દ્રકાંતભાઇ વામજા તથા જયેશભાઇ વાઘેલા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રા, વિક્રમભાઇ રાઠોડને ખાનગી રાહે હકિકત મળેલ કે, હળવદ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૦૧૭૫/૨૦૨૩ ઇ.પી.કો. કલમ- ૧૨૦બી,૩૭૯,૧૧૪ તથા MMRD એકટની કલમ-૪(એ),૨૧ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી હઠીસંગ ભુપતભાઇ ટાંક રહે કળમાદ તા.મુળી જીસુરેન્દ્રનગરવાળો તેના રહેણાંક મકાન પાસે રહેલ દુકાન પાસે બેઠેલ હોવાની હકીકત આધારે સ્ટાફ સાથે તપાસ કરતા મજકુર નાસતો ફરતો આરોપી હઠીસંગ ભુપતભાઇ ટાંક રજપુત ઉવ. ૪૪ રહે. કળમાદ તા.મુળી જી.સુરેન્દ્રનગરવાળો મળી આવતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
આ કામગીરીમા ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પીએસઆઈ કે.જે.ચૌહાણ એન.એચ.ચુડાસમા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ ટેકનીકલ સેલના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે