
માળીયા મિંયાણાના વવાણીયા ગામે ૧૮ કલાકથી વીજળી ગુલ જીઈબી તંત્ર ભરનિંદ્રામા હોવાથી ગ્રામજનોમા રોષ
વવાણીયા ગામે ટ્રાન્સફોર્મ ખરાબ થઈ જતા ગુજરાત ઈલેક્ટ્રીક બોર્ડ પીપળીયા ઓફીસે સ્ટોકમા ટ્રાસ્ફોર્મ નથી બોલો
માળીયા મિંયાણા તાલુકાના વવાણીયા ગામે કાલે સાંજે સાતેક વાગ્યે વીજળી ગુલ થઈ જતા આખીરાત અંધારપટ છવાઈ ગયો હતો અને ચોમાસાના દિવસોમા ગરમી અને મચ્છરોના કહેર વચ્ચે ગ્રામજનોએ રાત ઉજાગરા કરી રાત વિતાવી હતી જીઈબીની ઓફીસે ફોન કરી વારંવાર રજુઆત ફરીયાદો કરતા જીઈબીના કર્મચારી હડીયલભાઈ એ જણાવ્યુ કે ટ્રાસ્ફોર્મ બળી ગયુ છે પીપળીયા ઓફીસે સ્ટોક નહી હોવાથી મોરબી જીઈબીના કર્મચારીઓ ટ્રાસ્ફોર્મ લેવા ગયા છે હવે અઢાર કલાક થવા છતા જીઈબીના જાડી ચાભડીના અધિકારીઓને જાણે કાઈ પડી જ ન હોય તેમ” યે આરામ કા મામલા હૈ” તેવી નીતી રાખી ઈલેકટ્રીક સુવિધામા વિલંબ કરી રહયા હોવાથી વવાણીયા ગ્રામજનોમા રોષ ફેલાયો હતો