
મોરબીમા ચેક રિટર્ન કેશમા આરોપી સાગર સુખડીયાને ત્રણ લાખનો દંડ અને એક વર્ષની સજા ફટકારતી નામદાર એડીશનલ ચિફ કોર્ટ
ફરીયાદી મહેશભાઈ કાનાભાઈ ડાંગર રહે. મોરબી વાળા પાસેથી સાગર રજનીકાંતભાઈ સુખડીયા રહે. મોરબી વાળા એ રૂા. ૧,૫૦,૦૦૦ – હાથ ઉછીની ૨કમ મિત્રતાનાં દાવે લીધેલી હતી. આ રકમ પરત આપવા માટે આ સાગર રજનીકાંતભાઈ સુખડીયાએ ફરીયાદી મહેશભાઈ કાનાભાઈ ડાંગર ને તા. ૨૪-૮-૨૦૨૧ ના રોજ ઈન્ડુસીયન બેંક, રંગપર શાખાનો ચેક રૂા. ૧,૫૦,૦૦૦- નો આપેલ જે ચેક ની ૨કમ ફરીયાદી મહેશભાઈને ચેકથી ૨કમ વસુલ ન થતાં મહેશભાઈ એ સાગ૨ ૨જનીકાંતભાઈ સુખડીયા પર મોરબી એડીશનલ ચીફ. જયુડીશીયલ મેજીસ્ટ્રેટ જજ સાહેબની અદાલતમાં ચેક રીટર્ન થયાં અંગે નેગો-૧૩૮ ની ફરીયાદ દાખલ કરેલ જેમાં આરોપી સાગર રજનીકાંતભાઈ સુખડીયા ની કાર્યવાહી ચાલી જેમાં મોરબી એડીશનલ ચીફ જયુડીશીયલ.મેજીસ્ટ્રેટ જજશ્રીએ આરોપી સાગર રજનીકાંતભાઈ ચુડીયા ને તા. ૨૧/૦૭/૨૦૨૩ ના રોજ ખુલ્લી કોર્ટમાં હુકમ આપેલ કે ફરીયાદી ની ચૈક ની ૨કમ રૂા. ૧,૫૦,૦૦૦– ના ડબલ રૂ।. ૩,૦૦,૦૦- નો દંડ કરેલ જેમાં ફરીયાદી ને ચેક ની રકમ રૂા. ૧,૫૦,૦૦૦ – તેમજ ચેકની તારીખ થી ૯ % ના વ્યાજ સહીત આ ૨કમ ચુકવવાનો હુકમ કરેલ તેમજ આરોપી સાગર રજનીકાંતભાઈ સુખડીયા ને એક વર્ષની સજા નો હુકમ અને ૨કમ ન ચુકવવામાં આવેતો ૯ માસ ની વધુ સજા નો હુકમ કરેલ હતો
આમ આ ફરીયાદ નાં સમર્થન માં તમામ પુરાવાઓને અદાલતે માનય રાખીને હુકમ કરેલ અને આ ફરીયાદી ની ફરીયાદને કેસ ચલાવવામાં વકિલશ્રી અશોક જે.ખુમાણ રોકાયેલા હતા. કેસની તમામ કિકતો અને દલીલ મોરબી કોર્ટ ગ્રાહય રાખતા આરોપી સાગર રજનીકાંતભાઈ સુખડીયા ને સજાનો હુકમ કર્યો હતો આ કેશમા ફરીયાદી તરફે ચલાવવામાં વકીલ તરીકે અશોક જે ખુમાણ રોકાયેલા હતા.