મોરબીમાં સમાધાન કરીને આપેલ ચેક રિટર્ન થતા આરોપીને બમણી રકમનો દંડ-એક વર્ષની સજા ફટકારતી એડીશનલ ચિફ કોર્ટ

મોરબીમાં સમાધાન કરીને આપેલ ચેક રિટર્ન થતા આરોપીને બમણી રકમનો દંડ-એક વર્ષની સજા ફટકારતી એડીશનલ ચિફ કોર્ટ


મોરબીમાં ચેક રીટર્નનો કેસ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીને એક વર્ષની સાદી સજા અને ચેકની રકમ રૂપીયા ૪,૯૪,૪૭૧ ની ડબલ રકમ રૂપીયા ૯૮૮૯૪૨ નો દંડ કરવામાં આવેલ છે અને તેમાથી ફરીયાદીને ચેકની રકમના ૯ ટકા વ્યાજ સહીત વળતર ફરીયાદની તારીખથી ચૂકવવા મોરબીની બીજા એડી ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદનાની કોર્ટે આદેશ કરેલ છે

આ કેસની વિગત આપતા ફરિયાદીના વકીલે જણાવ્યુ છે કે, ફરીયાદી રોસા ટાઇલ્સ એલ.એલ.પી. મકનસર પાસેથી આરોપી પ્રકાશ ચંદ્રકાંત ઠાકર તે સ્પ્રેજો ટાઇલ્સના પ્રોપરાઇટર, રહે-૧૦૪, વ્રજ ટાવર, લક્ષ્મીનારાયણ સોસાયટી, મહેન્દ્રસીંહજી હોસ્પીટલ સામે, સામાકાંઠે, મોરબી-૨ ના વાળાએ સીરામીક ટાઇલ્સની ખરીદી કરેલી હતી અને બીલ મુજબની બાકી નીકળતી રકમ રૂપીયા ૪,૯૪,૪૭૧ વસૂલ આપવા આરોપીએ ચેક આપેલ હતો જે ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપી સામે ચેક રીટર્ન થયા અંગેની નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ મોરબીની બીજા એડી. ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદનાની કોર્ટમાં વર્ષ-૨૦૨૨ માં કર્યો હતો

જે કેસના કામે સમન્સની બજવણી થતાં આરોપી નામદાર અદાલતમાં હાજર થયેલ અને પ્લી અને એફ.એસ. લેવામાં આવેલી અને ત્યારબાદ આરોપીએ ફરીયાદી સાથે સમાધાન કરી સમાધાની રકમ ચૂકવવા માટે નામદાર અદાલતમાં હાજર રહી રકમ વસૂલ આપવા ચેક આપેલ જે સમાધાનથી આપેલ ચેક પરત ફરેલો હતો ત્યારબાદ તેઓ નામદાર અદાલતમાં જાતે મુદતે પુરાવાના કામે હાજર રહેલા નહી કે ફરીયાદીનો પુરાવો ઉલટ તપાસ લેવા વકીલ મારફતે હાજર રહેલા નહી જેથી કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ ગૌતમ વરીયાની ધારદાર દલીલ અને કાયદાની જોગવાઇઓને ધ્યાને લઈ બીજા એડી. ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદનાનીએ આરોપી સ્પેજો ટાઇલ્સના પ્રોપરાઇટર પ્રકાશ ચંદ્રકાંત ઠાકરને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી સજા અને ચેકની રકમ રૂપીયા ૪,૯૪,૪૭૧ ની ડબલ રકમ રૂપીયા ૯,૮૮,૯૪૨ નો દંડ તથા તેમાથી ફરીયાદીને ચેકની રકમના ૯ ટકા વ્યાજ સહીત વળતર ફરીયાદની તારીખથી ચૂકવવા હુકમ ફરમાવેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ તરીકે ગૌતમ વરીયા તથા બી.કે. ભટ્ટ રોકાયેલા હતા.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here