
મોરબી ગોપાલ ઠાકોર દ્રારા
મોરબી જિલ્લામાં ભાડુઆત લોકોને મકાન આપતા પહેલા મકાન માલિકે પોલીસ મથકે રજીસ્ટ્રેશન ફરજીયાત કરવા કલેકટરને કરાઈ રજુઆત
વાંકાનેરના સામાજિક કાર્યકર મયુર ઠાકોર દ્વારા કલેકટરને કરાઈ રજુઆત
મોરબી જિલ્લામાં ભાડુઆત પરપ્રાંતીય લોકોને મકાન આપતા પહેલા મકાન માલિકે નજીકના પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવા વાંકાનેરના સામાજિક કાર્યકર મયુર ઠાકોર દ્વારા કલેકટરને રજુઆત કરવામાં આવી છે તાજેતરમાં રાજકોટ શહેરમાં સોની કામ કરી આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા ત્રણ આતંકવાદી ઝડપાયા તેવું મોરબી જિલ્લામાં ન બને અને કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ખતરનાક ગુનેગારો ઉધોગની આડમાં કોઈ ગુનાહિત કૃત્ય ન કરે તેવા અગમચેતીના ભાગરૂપે કડક પગલાં લેવા જરૂરી બન્યા હોય જેથી વાંકાનેરના સામાજિક કાર્યકર મયુર.આર.ઠાકોર દ્વારા મોરબી જિલ્લા કલેકટરને રજુઆત કરી મકાન માલિકે ભાડુઆત જેતે લોકોનુ રજીસ્ટ્રેશન નજીકના પોલીસ સ્ટેશને ફરજીયાત કરવા કલેકટરને અનુરોધ કરતી રજુઆત કરવામાં આવી છે