મોરબી જીલ્લાના વાકાનેરની પરણીતાએ પોતાના અને બાળકના ભરણપોષણ માટે કરેલી અરજીમાં પરણીતાનું ભરણપોષણ નામંજર કરતી નામદાર નામદાર કોર્ટ

મોરબી જીલ્લાના વાકાનેરની પરણીતાએ પોતાના અને બાળકના ભરણપોષણ માટે કરેલી અરજીમાં પરણીતાનું ભરણપોષણ નામંજર કરતી નામદાર નામદાર કોર્ટ

મોરબી જીલ્લાના વાંકાનેર ખાતે રહેતા પરિણીતા કંચનબેન કિશોરભાઈ રાઠોડએ પોતાના સગીર પુત્ર જતીન કિશોરભાઈ રાઠોડ તેમ બન્નેની ભરણપોષણની અરજી તેમના પતિ કિશોરભાઈ લાભુભાઈ રાઠોડ વિરૂધ્ધ કરેલી, જે વાંકાનેરના મહે. જયુડી. મેજી. ફર્સ્ટ કલાસમાં ચાલી જતા નામદાર કોર્ટ ધ્વારા લેખીત, મૌખીક તેમજ દસ્તાવેજી પુરાવાઓનું પૃથ્થકરણ કરી તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા નામદાર સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ તેમજ કિશોરભાઈ લાભભાઈ રાઠોડના વકીલશ્રીની ઘ્વારા સઘળ ઉલટ તપાસમાં પોતે લગ્નજીવન ચલાવવા માંગતા ન હોય તેમજ તેને તેડી જવા માંગે તો તેણી ના પાડતા હોય આવા સંજોગોમાં અરજદાર ભરણ પોષણ મેળવવા માટે હકકદાર ન હોય, તેવું ઠરાવેલ. જેથી નામદાર કોર્ટે અરજદાર નં. ૧ એટલે કે સામાવાળાની પત્નિનું ભરણપોષણ નામંજુર કરેલ છે, જયારે અરજદાર નં. ૨ એટલે કે પુત્ર જતીનનું ભરણપોષણ મંજુર કરેલ છે.

આ કામમાં સામાવાળા તરફે મહત્વનો ચુકાદાઓ હાજર રાખી, વિશેષ ધારદાર દલીલો કરી હતી, જેને માન્ય રાખીને નામદાર કોર્ટેએ સમગ્ર કેસ ચાલી જતા હુકમ કરેલો છે. સામાવાળાના વકીલશ્રી તરીકે, વિલાપર સોલિસિટર્સ એન્ડ એડવોકેટસ, ના વકીલશ્રી ચેતન વિઠલાપરા ,સાગર સરવૈયા, લવજી ભજગોતર, વિજય વણઝારા, કિરીટ ગોહિલ, જયદીપ બથવાર, સંજય ચાવડા, ભાવેશ જેઠવા, પી. બી. જેઠવા, એમ. એમ. રાઠોડ, કિશન ભીમાણી, પ્રેમ મકવાણા રોકાયેલ હતા.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here