
મોરબી જીલ્લાના હળવદ તાલુકાના રણછોડગઢ ગામના હત્યાના કેસમાં આરોપીના શરતી જામીન મંજુર કરતી નામદાર ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટ
મોરબી જીલ્લાના હળવદ તાલુકાના રણછોડગઢ ગામે થયેલ ખુનના આરોપીની રેગ્યુલર જામીન અરજી કોર્ટમા વકીલ મારફતે કરવામા આવી હતી જેમા ફરીયાદી સંજયભાઈ દેવસીભાઈ સુરેલાઓએ આરોપીઓ વિરુધ્ધ માર મારવા અંગેની તથા બનાવમાં તેમના માતા પ્રેમીલાબેનનાઓને બનાવમાં ઈજા થતાં સારવાર દરમ્યાન મરણ જતાં તે અંગેની ફરીયાદ લખાવેલ હતી
જેમાં આ કામના મુખ્ય આરોપી વીરમભાઈ મૂળજીભાઈ ફીસડીયા, મોરબીના એડવોકેટ શ્રી એચ. આર. નાયક મારફત નામદાર મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી. આરોપીઓ તરફે વકીલ શ્રી એચ.આર.નાયક દ્વારા કેસના સંજોગો તથા કાયદાકીય જોગવાઈઓના આધારે ધારદાર દલીલ કરેલ. જે દલીલના આધારે ઉપરોકત ખુન કેશમાં નામદાર કોર્ટે આરોપીપક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીઓને રેગ્યુલર જામીન પર પર છોડવા જામીન અરજી મંજુરનો હુકમ કરેલ. આ કામે આરોપીપક્ષે વકીલ શ્રી એચ. આર. નાયક રોકાયેલ હતા. અગાઉ પણ આ કામના આરોપીઓ ચંદ્રીકાબેન વિક્રમભાઈ ફીડસીયા વિક્રમ મુળજીભાઈ ફીડસીયા તથા પ્રફુલભાઈ દિનેશભાઈ શિહોરાનાઓની રેગ્યુલર જામીન અરજીના કામે પણ મોરબીના એડવોકેટ શ્રી હિરલબેન આર. નાયક જ રોકાયેલા હતા