
મોરબી જીલ્લા કોર્ટ કંપાઉન્ડમા સરકારી વકીલ કચેરી દ્રારા બંધારણ દિવસની ઉજવણીમા ડિસ્ટ્રીકસ એન્ડ સેશન્સ જસ્ટીશ જીલ્લા કલેકટર એસ.પી ઉપસ્થિત રહયા હતા
બંધારણ દિવસની ઉજવણીમા વરસાદી માહોલ વચ્ચૈ બહોળી સંખ્યામા હાજરી આપનાર તમામ સિનિયર જુનિયર ધારાશાસ્ત્રીશ્રીઓ તેમજ સરકારી વકીલશ્રીઓનો બાર એશોસિયન વતિ પુર્વ પ્રમુખશ્રી દિલીપભાઈ અગેચણીયાએ આભાર વ્યકત કર્યો હતો
મોરબીમા ડાયરેકટોરેટ ઓફ પ્રોસિક્યુશન- ગાંધીનગર, ગુજરાત રાજયના ઉપક્રમે મોરબી જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા આજે બંધારણ દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજશ્રી જીલ્લા કલેકટર અને એસપી સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી
મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગ ખાતે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં કાર્યક્રમનું ઉદ્ઘાટન બીજા એડિશનલ સેશન્સ જસ્ટીશશ્રી વી.એ.બુદ્ધ દ્વારા આવ્યું હતું. આ તકે આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને મોરબી જિલ્લા કલેકટર જી.ટી.પંડયા અને કાર્યક્રમના અધ્યક્ષસ્થાને એસપી રાહુલ ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જીલ્લા કલેકટર જી ટી પંડ્યા એ જણાવ્યું હતું કે વકીલો દ્વારા બંધારણ શું છે અને બંધારણની અગત્યતા શું તે વિષે તમામે વિસ્તૃત સેમીનાર યોજવામાં આવ્યો હતો. આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે તેના મુખ્ય આભારી ભારતના બંધારણના છીએ જે આપણને કાયદાનું શાસન આપે છે આપણને આપેલા હકો વિશેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબીના મુખ્ય જિલ્લા સરકારી વકીલ વિજયકુમાર સી. જાની તથા મદદનીશ સરકારી વકીલ સંજય સી. દવે અને નિરજ ડી. કારીઆ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી