
મોરબીમા હાજીપીર સેવા સમિતિ દ્રારા સંચાલિત શુકુન હોસ્પીટલમા ફ્રિ સારવાર નિદાન કેમ્પમા ૬૦૦ હિંન્દુ મુસ્લીમ દર્દીઓએ લાભ લીધો
શુકુન હોસ્પીટલ દ્રારા આઠમી વખત નિશુલ્ક સેવા કેમ્પનુ કોઈપણ નાતજાતના ભેદભાવ વગર ભવ્ય સફળ આયોજન કરાયુ હતુ
મોરબી વાવડીરોડ પર છેલ્લા આઠ વર્ષથી ગરીબ દર્દીઓની સેવા માટે હાજીપીર સેવા સમિતિ દ્રારા સંચાલિત શુકુન હોસ્પીટલમા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રિ નિદાન સારવાર અને દવા આપી ગરીબ દર્દીઓને મદદરુપ થવાના હેતુથી ભવ્ય આરોગ્ય કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ
આ ભવ્ય સારવાર અને નિદાન કેમ્પમા ૬૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો જેમા માધવ હોસ્પીટલના એમ.ડી. ડો. ચિરાગ આદ્રોજા અને ડો.ચાંદની આદ્રોજા તેમજ મારુતી હોસ્પીટલના સર્જન ડો.યોગેશ પેથાપરા અને તૃપ્તીબેન પેથાપરા સેવાભાવી ડોકટર ટીમોએ ભવ્ય યોગદાન આપી વિના સ્વાર્થે શુકુન હોસ્પીટલમા હાજરી આપી સેવા આપી હતી આ આરોગ્ય કેમ્પમા હદયરોગ ડાયાબીટીશ પેટના ફેફસાના તેમજ મગજના રોગોનુ સચોટ નિદાન કરી સારવાર આપવામા આવી હતી તેમજ ચામડીના રોગો હાડકાના રોગો નાક કાન ગળાના રોગો સહિતના તમામ પ્રકારના દર્દીઓનુ સચોટ નિદાન કરી સારવાર સાથે નિશુલક દવાઓ આપવામા આવી હતી
આ આરોગ્ય કેમ્પમા નિશુલ્ક સેવા આપનાર તમામ ડોકટરોનુ હાજીપીર સેવા સમિતિ દ્રારા ફુલહારથી સન્માન કરવામા આવ્યુ હતુ તેમજ શકુન હોસ્પીટલમા સેવા બજાવતા ડો.ચંદુભાઈ કાવડીયા અને નર્સિંગ સ્ટાફના રોઝીનાબેન મેસાણીયા અને વિન્ટાબેન જોગીલાએ પ્રમુખશ્રી હાજી અબ્દુલભાઈ મોડનુ ફુલહારથી સન્માન કર્યુ હતુ આ પ્રસંગે મોરબીના સૈયદ હનીફબાપુ તેમજ ધાંચી આશીફભાઈ રહીભભાઈ સહિતના સેવાભાવી અગ્રણીઓએ હાજરી આપી હતી