
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશને નોંધાયેલ આઈ. પી. સી. કલમ ૪૪૭, ૪૨૭, ૩૮૪, ૩૮૭, ૫૦૪, ૫૦૯ (૨), ૧૧૪, ફોજદારી કેશના ગુન્હાના આરોપીઓનો નીર્દોષ છુટકારો
બનાવની ટુંકમાં વિગત એવી છે કે મોરબી સીટી બી. ડીવીવીઝન પોલીસ સ્ટેશને ફસ્ટ ગુન્હા રજીસ્ટર નંબર ૦૦૦૧/૨૦૧૮ ના કામે તા. ૮/૧/૧૮ ના રોજ ફરીયાદી હુશેનભાઈ અભરામભાઈ સુમરા નાઓએ આરોપીઓ (૧) અબ્દુલભાઈ ઉર્ફે અબુ હાજીભાઈ જેડા (૨) સુભાનભાઈ અલારખાભાઈ જેડા (૩) ઈદ્રીશભાઈ મેપાભાઈ જેડા (૪) ગુલજારભાઈ ઈસાકભાઈ મોવર (૫) નીઝામભાઈ કરીમભાઈ જેડા નાઓ વિરૂધ્ધ આઈ. પી. સી. કલમ ૪૪૭, ૪૨૭, ૩૮૪, ૩૮૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, મુજબ આ કામના ફરીયાદીની કાયદેસરની માલીકીની કબજા ભોગવટા ની જમીનમાં આ કામના આરોપીઓએ ગેરકાયદેસર રીતે જમીન માં ઘુસી તાર ફેન્સીંગ તોડી નુકશાન કરી બીન અધિકૃત રીતે પ્રવેશ કરી જમીન પચાવી પાડવાના ઈરાદે બળજબરી થી દાદાગીરીથી ઘાક ઘમકી આપી તે જમીનમાં બીનઅધિકૃત બાંધકામ કરતા ફરીયાદીએ આરોપીઓને જમીન ખાલી કરવા કહેવા જતા આ કામના આરોપીઓએ ફરીયાદીને ભુંડી ગાળો આપી તેમજ ફરીયાદી તથા તેના પરીવાર ને જાનથી મારી નાખવાની ઘમકી આપેલ હોવાની ફરીયાદ દાખલ કરેલ જે મુજબ આરોપીઓની ઘરપકડ કરી ત્યારબાદ તપાસ કરી નામદાર અદાલતમાં ચાર્જશીટ દાખલ કરતા સદર કેશ શ્રી એમ. જે. ખાન સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીઓ (૧) અબ્દુલભાઈ ઉર્ફે અબુ હાજીભાઈ જેડા (૨) સુભાનભાઈ અલારખાભાઈ જેડા (૩) ઈદ્રીશભાઈ મેપાભાઈ જેડા (૪) ગુલજારભાઈ ઈસાકભાઈ મોવર (૫) નીઝામભાઈ કરીમભાઈ જેડા આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આરોપીઓ (૧) અબ્દુલભાઈ ઉર્ફે અબુ હાજીભાઈ જેડા (૨) સુભાનભાઈ અલારખાભાઈ જેડા (૩) ઈદ્રીશભાઈ મેપાભાઈ જેડા (૪) ગુલજારભાઈ ઈસાકભાઈ મોવર (૫) નીઝામભાઈ કરીમભાઈ જેડા ના તરફે વકીલ શ્રી મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા કુ. મેનાઝ એ. પરમાર (એડવોકેટ) રોકાયેલા હતા બચાવ પક્ષ ના વકીલ ની દલીલો માન્ય રાખી આરોપીઓ (૧) અબ્દુલભાઈ ઉર્ફે અબુ હાજીભાઈ જેડા (૨) સુભાનભાઈ અલારખાભાઈ જેડા (૩) ઈદ્રીશભાઈ મેપાભાઈ જેડા (૪) ગુલજારભાઈ ઈસાકભાઈ મોવર (૫) નીઝામભાઈ કરીમભાઈ જેડા ને ચીફ કોર્ટ જજશ્રીએ આરોપીઓને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.