
માળીયામિયાણાના ખાખરેચી પાંજરાપોળમાં વનીતાદે થરેશા માસી દ્વારા રૂ.૫૧ હજારનું દાન આપ્યું
રિપોર્ટ- ગોપાલ ઠાકોર માળીયા મિંયાણા
માળીયામિયાણાના ખાખરેચી ગામે આવેલા પાંજરાપોળમાં ઠાકોર સમાજના વનીતાદે થરેશા કિન્નર દ્વારા અબોલ પશુઓના ઘાસચારા પેટે રૂ.૫૧,૦૦૦ હજાર આપીને અબોલ જીવો પ્રત્યે જીવદયાની ભાવના બતાવી ઉદાર મને દાન આપ્યું હતું તે બદલ ખાખરેચી પાંજરાપોળ સંસ્થા અને ટ્રસ્ટીઓ કિન્નર વનીતા દે થરેશાનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ અવિરત પણે મુંગા અબોલ જીવો માટે સેવાકીય પ્રવૃતિઓ કરતા રહો તેમજ મુંગા અબોલ પશુઓ પ્રત્યેની પ્રેમ ભાવના સાથે ઉદાર હાથે અર્પણ કરેલ દાન પુણ્યને દરિયાદિલીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો