માળીયા મિંયાણાના વવાણીયા રણકાંઠા વિસ્તારમા મીઠાની અગરો બનાવવા મોટામાથાઓ દ્રારા ચેરના જંગલોનો સફાયો છતા ફોરેસ્ટ વિભાગ મૌન કેમ? તેવી લોકચર્ચા

માળીયા મિંયાણાના વવાણીયા રણકાંઠા વિસ્તારમા મીઠાની અગરો બનાવવા મોટામાથાઓ દ્રારા ચેરના જંગલોનો સફાયો છતા ફોરેસ્ટ વિભાગ મૌન કેમ? તેવી લોકચર્ચા

રાજકીય વગ ધરાવતા મોટામાથાઓ દ્રારા ચેરના જંગલોને જેસીબીથી સાફ કરી મીઠાની અગરો બનાવવાનો પ્રયાસ કરાતો હોવાની લોકચર્ચા જાગી છે

મોરબી જીલ્લાના માળીયા મિંયાણા તાલુકાના રણકાંઠા વિસ્તારમા દરિયાના ખારાપાણી માથી મીઠુ પકવવાનો ધંધો બેસુમાર ચાલતો હોવાથી માલેતુજાર પાર્ટીઓ દ્રારા વન વિભાગની હજારો એકર જમીનો પર દબાણ કર્યુ હોવાની અને ચેર ફોરેસ્ટના જંગલોમા વનતંત્રની મીઠી નજરથી અને મસમોટા વહિવટો કરીને અનેક વિસ્તારોમા નકશામા ફેરબદલી કરી નકશામા વન વિભાગની જમીનોની સેટલમેન્ટ રિપોર્ટોમા ફેરબદલી કરાતી હોવાની ચર્ચા ફેલાઈ છે ત્યારે તાજેતરમા માળીયા મિંયાણા તાલુકાના વવાણીયા રણકાઠા વિસ્તારોમા રાજકીયવગ ધરાવતા મોટા માથાઓ દ્રારા ખુલ્લેઆમ ચેર ફોરેસ્ટના જંગલોનો સફાયો કરી મીઠાની અગરો બનાવી ગેરકાયદેસર રીતે પેશકદમી કરવાના પ્રયાસો કરાતા હોવા છતા ફોરેસ્ટ વિભાગે ચુપકીદી મૌન સેવી રહયા હોવાની લોકચર્ચાએ જોર પકડયુ છે જો તંત્ર દ્રારા તપાસ કરાય તો અનેકના તપેલા ચડી જવાની શકયતાઓ છે તેવી ચર્ચા ફેલાઈ હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here