
માળીયા મિંયાણા તાલુકાના અનુસુચિત જાતી સામુહિક ખેતી સહકારી મંડળીના જુના સભ્યોને કાઢી ગેરકાયદેસર નવા સભ્યોને ઉમેરતા કલેકટર કચેરીએ આંદોલનના મંડાણ કરાયા
અનુસુચિત જાતીના મંડળીના સભ્યોને અન્યાય થતા ૨૭ દિવસથી ન્યાય માટે ગાંધી ચિન્ધયા રાહે ઉપવાસ પર બેઠા હોવા છતા તંત્ર દરકાર પણ લેતુ નહી હોવાથી રોષ ફેલાયો હતો
મોરબી જીલ્લાના માળીયા મિંયાણા તાલુકાની અનુસુચિત જાતીની સામુહિક ખેતીની સહકારી મંડળીમા સભ્યોની ફેરબદલી કરવામા આવી છે જેમા મંડળીના જુના સ્થાનિક સભ્યોને હટાવીને નવા સભ્યો નિમવામા આવ્યા છે જેમાથી અમુક સભ્યો ગેરકાયદેસર રીતે મોરબી જીલ્લાના નિમણુક કરી હળાહળ અન્યાય કરવામા આવતા પ્રેમજીભાઈ છનાભાઈ ચાવડા સહિતના મંડળીના સભ્યોએ વારંવાર લૈખિત અને મૌખિક રજુઆતો કરી હોવા છતા તંત્રે મૌન સેવી લેતા આખરે ન્યાયની માંગણી સાથે મોરબી કલેકટર કચેરી સામે ગાંધી ચિંધ્યા રાહે ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા હતા આ ઉપવાસી છાવણીમા એક ઉપવાસીની તબીયત લથડી હોવા છતા તંત્ર દ્રારા દરકાર નહી લેવાતા ઉપવાસીઓમા રોષ ફેલાયો હતો