
માળીયામિયાણા
તા.૨૫ જાન્યુઆરી ૨૦૨૪
રિપોર્ટ : ગોપાલ ઠાકોર
માળીયા પોલીસે ચોરી જેવા બનાવવોને અટકાવવા ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત લોકોને જાગૃત કર્યા
માળીયા તાલુકામાં ખેત મજુરો અને કારખાનામાં કામ કરતા શ્રમિકોના આધારકાર્ડ સહીતના ડોક્યુમેન્ટ જમા કરાવવા જનજાગૃતિ અભિયાન દ્વારા માલીકોને તાકીદ કરાઈ
માળીયામિયાણા તાલુકામાં માળીયા પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત લોકોને ચોરી જેવા બનાવવોને અટકાવવા જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે પોલીસ પ્રજાની મિત્ર છે તે સૂત્રને સાર્થક કરવા માળીયા પોલીસે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જનજાગૃતિ અભિયાન ચલાવીને લોકોને માહીતગાર કરીને માળીયા પોલીસ પ્રજાની સેવામાં હરહંમેશ ખડેપગે છે તે અંગે જનજાગૃતિ અભિયાન ચલાવી પોલીસે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બનતા ગંભીર બનાવવા અટકાવવા પ્રયાસ હાથ ધર્યો છે જેમાં ચોરી કે પરપ્રાંતીય દ્વારા કોઈ ગંભીર બનાવોને અંજામ આપી ફરાર થઈ જાય તેવા સંજોગોમાં આરોપીઓને પકડવા ત્વરિત કામગીરી થાય આરોપીઓને પકડવા સરળતા રહે તે માટે જેતે કારખાનાના માલિકોએ શ્રમિકોના આધારકાર્ડ સહીતના ડોક્યુમેન્ટ જમા કરાવવા તેમજ ખેત મજુરોના માલીકોએ પોતાના ખેતરોમાં કામ કરતા મજુરોના ડોક્યુમેન્ટ પોલીસ સ્ટેશન જમા કરાવવા તાકીદ કરીને આ અંગે જાણ કરી વાકેફ કર્યા છે તેમજ ચોરી જેવા બનાવવોને ગણતરીની કલાકોમાં ઉકેલી શકાય કે અટકાવી શકાય તે માટે ગામના મેઈન રોડ રસ્તા ઉપર સીસીટીવી કેમેરાથી રોડ રસ્તા સજ્જ બનાવવા જેવી સુચના આપી જન જાગૃતિ અભિયાનને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના લોકો સુધી પહોંચી શકાય તેવુ આયોજન કરીને સુચના સાથે જાગૃત કરાયા છે અત્રે ઉલ્લેખનીય છેકે પોલીસની આ કામગીરી થકી લોકોમાં જાગૃતતા આવે તો ચોરી જેવા બનાવવોને અટકાવવી શકાય અને આ જનજાગૃતિ અભિયાન લોકો માટે સ્વનિર્ભર સંદેશો બની રહે તેવો એક પ્રયાસ છે જેથી તાત્કાલિક આ અભિયાન દ્વારા ખેત માલીકો હોય કે કારખાના માલીકો પોત પોતાના કારખાનામાં કે ખેતરોમાં કામ કરતા ખેત મજુરોના ડોક્યુમેન્ટ માળીયા પોલીસ સ્ટેશન જમા કરાવવા અનુરોધ કરીને સુચના સાથે તાકીદ કરવામાં આવી છે અને આપની કિંમતી ચીજવસ્તુઓની સલામતીના ભાગરૂપે યોગ્ય વ્યવસ્થા કરવા પણ ખાસ સુચના અપાઈ છે જેથી કરીને ચોરી જેવા બનાવવોને અટકાવવી આપણે સલામત આપણી સંપત્તિ સલામત જેવા સુત્રોને સાર્થક કરીને પોલીસ પ્રજાની મિત્ર છે તે સૂત્રની સાથે પ્રજા પોલીસની મિત્ર બનીને સૂચનાનું પાલન કરે તો આ બંને સુત્રોને અવશ્ય સાર્થક કરી સબ સલામત રાખી શકાય છે અને કાયદો વ્યવસ્થા પણ જળવાઈ રહે છે આમ માળીયા પીએસઆઈ એન.એમ.ગઢવીના માર્ગદર્શન હેઠળ તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું છે જેને સફળ બનાવવા માળીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ સોલંકી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા જન જાગૃતિ અભિયાન ચલાવી લોકોને માહીતગાર કરાયા છે