
માળીયા મિંયાણા તાલુકાના રાસંગપર અને ફતેપરમા શ્રેષ્ઠ શિક્ષક તરીકે યોગેશભાઈ ગામી અને મહેશભાઈ ગાગિયાને એવોર્ડ એનાયત કરી શુભકામનાઓ પાઠવી
માળીયા મિંયાણા તાલુકાના વર્ષ 2023-24 નાં તાલુકા કક્ષા ના શ્રેષ્ઠ શિક્ષક એવા શ્રીગામી યોગેશભાઇ એન. આ. શિ., રાસંગપર પ્રાથમિક શાળા અને ગાગિયા મહેશભાઈ પી આચાર્ય, ફતેપર પ્રાથમિક શાળા ને તાલુકા પંચાયત શિક્ષણ શાખા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ માળીયા મીયાણાના સંયુક્ત ઉપક્રમે બંને શિક્ષકોને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા.બંને તાલુકા શ્રેષ્ઠ શિક્ષકોને પોતાના ગામની શાળામાં જ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા.જેમાં માનનીયશ્રી ડો. શર્મિલાબેન હુંબલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી માળીયા મિ. હાલ રજા પર હોય જેથી તેમના પ્રતિનિધિ તરીકે તાલુકા પંચાયત શિક્ષણ શાખા વતી નિરંજની નરેન્દ્રભાઈ અને ઓગણજા જયેશભાઇ દ્વારા રાસંગપર ખાતે સન્માન અર્પણ કરવામાં આવ્યું. તથા ગાગિયા મહેશભાઈ ને મોરબી જિલ્લા સંઘના પ્રતિનિધિશ્રી પ્રભાતભાઈ લવાડિયા તથા ઘટક સંઘ પ્રતિનિધિશ્રી માકાણી નૈતિકભાઈ દ્વારા સન્માન અર્પણ કરવામાં આવ્યું. આ તકે માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શર્મિલાબેન હુમલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખશ્રી દિનેશભાઇ હૂંબલ તથા મહામંત્રીશ્રી હસુભાઈ વરસડા દ્વારા શિક્ષક પરિવાર વતી સન્માનિત કરીનેદિનેશભાઇ હૂંબલ પ્રમુખશ્રીમાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ હસુભાઈ વરસડા મહામંત્રીશ્રી માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા શુભકામનાઓ પાઠવવામા આવી હતી