
મોરબીના Avenue Group ઉદ્યોગપતિનો વતનપ્રેમ, માળીયા મિંયાણાના સરવડ ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને ૨ એક્ઝામિનેશન ટેબલ અને કેસકાર્ટટ્રોલી ની ભેટ આપી
મૂળ માળીયા મિંયાણા તાલુકાના સરવડ ગામના વતની અને હાલમાં મોરબી ખાતે રહેતા Avenue Group ડાયરેક્ટર અમિતભાઈ ના પિતાશ્રી પ્રાણજીવન દેવશીભાઇ સુરાણી અને કાકાશ્રી જીવરામ દેવશીભાઇ સુરાણી દ્વારા વતનપ્રેમ પ્રગટ કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ એક્ઝામિનેશન ટેબલ-૨ અને કેસકાર્ટટ્રોલી -૧ ખરીદી આપી અને સાથે પ્રાથમિક.આરૈગ્ય.કેન્દ્ર ના આગળ ના ભાગનો મેઈન ગેટ પણ બનાવી આપે છે.આમ સરવડ ગામ પ્રત્યે પોતાની અનહદ લાગણી નેં કારણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ને આશરે બધું મળીને એક લાખ રૂપિયા નું દાન આપ્યું , આજ રોજ દાતા પરિવાર દ્વારા આવેલ વસ્તુ અર્પણ કરવા આવ્યા . આ તકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ના મેડિકલ ઓફિસર ડો.નિરાલી ભાટિયા તથા પંકજભાઈ પીઠડીયા દ્વારા સુરાણી પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.