
માળીયા મિંયાણાના નવલખીબંદર નજીક જુમ્માવાડી માછીમાર વસાહતમા ફોર્ડ કંપની અને વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહકારથી સાથ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજીત આયુષમાન કાર્ડ રેકોર્ડબ્રેક કેમ્પમા ૧૪૭ લાભાર્થીઓએ લાભ લીધો જુઓ વીડીયો
માળીયા મિંયાણા તાલુકાના નવલખીબંદર નજીક માછીમારી કરી ધરનુ ગુજરાન ચલાવતા ગરીબ માછીમારોને સરકારશ્રીની યોજનાનો લાભ મળી રહે તેવા હેતુથી જુમ્માવાડી માછીમાર વસાહતમા ફોર્ડ કંપની અને વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમના સહકારથી સાથ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત આયુષમાન કાર્ડ કાઢી આપવા માટેના કેમ્પમા ૧૪૭ જેટલા ગરીબ માછીમાર પરીવારે લાભ લીધો હતો
નવલખીબંદર પર બીપોરજોય વાવાઝોડાથી નુકશાનીનો ભોગ બનનાર ગરીબ માછીમારો માટે આધારકાર્ડ પાનકાર્ડ ફીશરમેન કાર્ડ રેશનકાર્ડ સહિતના જરુરી દસ્તાવેઝમા ગરીબ પરીવારોને મદદરુપ બની પ્રશ્રોનુ નિરાકરણ જાગૃતિ લાવવા સેમિનાર અને કેમ્પોનુ આયોજન કરાશે ત્યારે ભવિષ્યમા આરોગ્ય જોખમાય ત્યારે સરકારશ્રીની આયુષમાન કાર્ડ યોજનાનો લાભ મળી રહે તેવા હેતુથી ભવ્ય કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર વવાણીયાના મેડીકલ ઓફિસર ડો.જીવીકાબેન વૈદની સુચનાથી નરેશભાઈ પરમાર-મેહુલભાઈ ગઢવી- રાહુલભાઈ રાયકા-ભરતભાઈ મિયાત્રા-વિક્રમભાઈ બાળા અને જયદીપભાઈ મિયાત્રાની ટીમે ભારે જહેમત ઉઠાવી ૧૪૭ ગરીબ માછીમાર પરીવારોના આયુષમાન કાર્ડનુ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ તેમ સાથ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના કોઓડીનેટર આફતાબ બુખારી અબ્બાસઅલી જામ સહિતનાઓએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી