
મોરબી વીસીફાટક પર માલગાડી લાંબા સમય સુધી ઉભી રહેતા રાહદારીઓએ કંટાળીને જીવ જોખમે ફાટક ક્રોષ કરતા હોવાનો વીડીયો વાયરલ થતા અરેરાટી ફેલાઈ હતી
રેલ્વેતંત્રની ઢીલીનીતીથી ટ્રાફિકથી ધમધમતા વીસીફાટક વચ્ચે માલગાડી લાંબા સમયથી ઉભી રહી જતા મહિલાઓ બાળકો સાથે જીવના જોખમે ટ્રેન વચ્ચેથી ફાટક ક્રોષ કરતા અરેરાટી ફેલાઈ હતી
મોરબી નવલખીફાટક અને વીસીફાટક જેવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમા રેલ્વે માલગાડીઓ વારંવાર ચીગમની જેમ લાંબા સમય સુધી ઉભી રહી જતા વાહનચાલકોને ટ્રાફિકની મોટી સમસ્યાનો સામનો કરવો પડતો હોવાથી શહેરીજનો અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે
ત્યારે મોરબીના વીસીફાટક પાસે વેગન ભરેલી માલગાડી લાંબા સમય સુધી ફાટકની વચ્ચે ઉભી રહી જતા રમજાન મહિનામા રોઝા ખોલવાના સમયે જ માલગાડી ફાટક વચ્ચે ઉભી રહી જતા કંટાળી ગયેલા રાહદારીઓ મહિલાઓ બાળકો સાથે માલગાડીની વચ્ચે ખાલી જગ્યામાથી જીવ જોખમમા મુકી ફાટક ક્રોષ કરતો વીડીયો વાઈરલ થતા શહેરીજનોમા અરેરાટી ફેલાઈ હતી ત્યારે રેલ્વેતંત્ર નિંદ્રામાથી જાગે તેવી વાહનચાલકો અને રાહદારીઓમા ઉગ્રરોષ સાથે ચર્ચા ફેલાઈ હતી