
મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શ્રી રામ ભગવાનની શોભાયાત્રાનું ફૂલહારથી હારતોરા કરી સ્વાગત કર્યું હતુ
મોરબી શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા આજે રામનવમી ની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે મોરબી માં આજે હિન્દુ સંગઠનો દ્વારા યોજાનાર ભવ્ય શોભાયાત્રા માં ભાગ લઈ રામ લલ્લા ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોરબી શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા એચડીએફસી ચોક ખાતે શ્રીરામ ભગવાનને હારતોરા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
મોરબીમાં દરેક સનાતની હિંદુ સંગઠનો અને હિંદુ ભાઈઓ-બહેનો દ્વારા આજે રામનવમી વિજયયાત્રા નામે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જે શોભાયાત્રા સામાકાંઠે સર્કીટ હાઉસ ખાતેથી શરુ કરવામાં આવી હતી ડીજેના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા મહારાણા પ્રતાપ સર્કલ, શક્તિ ચોક, ત્રિકોણ બાગ, નવાડેલા રોડ, જુના બસ સ્ટેન્ડ, રામ ચોક, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ, બાપા સીતારામ ચોક, એવન્યુ પાર્ક, સીતા ચોક, ચકીયા હનુમાન મંદિર, ગાંધી ચોક, નગર દરવાજા સહિતના વિસ્તારોમાં ફરીને ગ્રીન ચોક અને દરબાર ગઢ ખાતે પૂર્ણ કરાશે જ્યાં રામ મહેલ મંદિર ખાતે મહાઆરતી યોજાઈ હતી
જે શોભાયાત્રાના રૂટ દરમિયાન ઠેર ઠેર ઠંડા પાણી, સરબત, ઠંડાપીણા સહિતના પ્રસાદની વ્યવસ્થા વિવિધ સંસ્થા અને સેવાભાવી નાગરિકો દ્વારા રાખવામાં આવી હતી તો ઠેર ઠેર વિવિધ સંસ્થા અને સમાજ દ્વારા શોભાયાત્રાનં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મોરબીમાં દરેક ચોક અને દરેક ગલી આજે રામમય બની રહી હતી અને ભવ્ય શોભાયાત્રા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે યોજાઈ હતી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેવા હેતુથી સમગ્ર રૂટ પર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો