
મોરબી તાલુકા પોલીસમા નોંધાયેલ ચોરીના ગુન્હામા આરોપીઓને પુરાવાઓના અભાવે નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવતી નામદાર કોર્ટ
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમા ટીંબડીના પાટીયા પાસેથી શોપિંગ સેન્ટરોની દુકાનો નજીકથી રેકી કરતા ચોરી કરવાના સાધનો અને છરી સાથે ચોરીના બનાવને અંજામ આપવા આરોપીઓ ભટ્ટી ફારુક સલીમભાઈ અસલમ કાસમભાઈ કટીયા અને ઈદ્રિશ ગુલામભાઈ મોવર સહિતનાને મોરબી તાલુકા પોલીસે ઝડપી ગુન્હો દાખલ કર્યો હતો
આ કેશમા ચાર્જશીટ બની જતા મોરબીના બીજા એડિશનલ ચિફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમા કેશ ચાલી જતા આરોપીઓના મહિલા વકિલશ્રી ખુશબુ પી.વીસાણીની ધારદાર દલીલોને ધ્યાને રાખી નામદાર કોર્ટે એવુ જણાવ્યુ હતુ કે ચોરી કરવાના હથીયારો ગમે ત્યાથી સહેલાઈથી મળી શકે અને મોબાઈલ પણ દરેક વ્યકતિ પાસે હોય માટે એનો મતલબ એવો નથી કે સરદહુ મુદામાલ ગુન્હામા વપરાયેલ છે જેથી આરોપીઓ રીઢા ગુન્હેગાર હોવા છતા આરોપીઓના વકીલશ્રી ખુશબુબેન વીસાણીની દલિલોને ધ્યાને રાખી આઈ.પી.સી કલમ ૪૦૧ તથા ૩૪ અને જીપીએકટની કલમ ૧૩૫ ના કામે આરોપીઓને પુરાવાઓના અભાવે છોડી મુકવાનો હુકમ કર્યો હતો