
માળિયા મિંયાણાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તમાકું નિષેધ દિવસ અંતર્ગત ભવ્ય ઉજવણી કરાઈ
મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.જે દવેની સુચના અન્વયે આજ રોજ તારીખ ૩૧ મી ના રોજ પ્રા.આ.કેન્દ્ર વવાણીયા ખાતે તાલુકા હેલ્થ ઓફિસ માળિયા ના ટી.એચ.ઓ. ડો.ડી .જી બાવરવા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માર્ગદર્શન હેઠળ વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે જનજાગૃતિ શિબિર અને તમાકુ સંકલ્પ નિષેધ દિન ની ઉજવણી કરવામાં આવી હતી
બધા જ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે તમાકુ નિષેધ દિન અન્વયે જનજાગૃતિ શિબિર કરવામાં આવી. અને આજ ના દિવસે સંકલ્પ લેવડાવવામાં આવ્યા. અને જનજાગૃતિ કરવામાં આવી . વ્યસનની અસરો અંગે સમજ આપી હતી
વ્યસનથી થતા નુકશાન તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવી હતી. તેમજ શાળા, કોલેજ, હોસ્પિટલ વગેરે જાહેર સ્થળો ઉપર તંબાકુનુ સેવન કરવુ ગુનો બને છે તેમજ ૧૮ વષઁથી નાની ઉંમરના વ્યક્તિને તંબાકુનું વેચાણ કરવા ઉપર પણ પ્રતીબંધ છે. તેવુ કરનારને સજા તેમજ દંડની પણ જોગવાઈ છે એવી ગામના લોકોને સમજાવવામા આવ્યા હતા. તેમજ ગામ લોકોને તંબાકુથી જે લોકોને નુકસાન થયું છે તેમને બોલાવીને અનુભવો શેર કરાવ્યા હતા.