યે દોસ્તી હમ નહીં તોડેંગે કાચિંડા‌ એકબીજાને ભેટી સમાજને ભાઈચારાનો સુંદર સંદેશો આપ્યો…માળીયામિંયાણાના વેજલપર ગામે ૪૨ ડિગ્રી તાપમાનમાં કાચિંડાની દોસ્તીએ ભારે આકર્ષણ જમાવ્યું

યે દોસ્તી હમ નહીં તોડેંગે કાચિંડા‌ એકબીજાને ભેટી સમાજને ભાઈચારાનો સુંદર સંદેશો આપ્યો…માળીયામિંયાણાના વેજલપર ગામે ૪૨ ડિગ્રી તાપમાનમાં કાચિંડાની દોસ્તીએ ભારે આકર્ષણ જમાવ્યું

ભલે ચંદર ડુબે કે ના ડુબે ભલે સુરજ તપે કે ના તપે પણ દોસ્તી ન તુટે જેવા તાલ સાથે ઉનાળાના આકરા તાપમાં કાચિંડાની આ દોસ્તી માનવીને કંઈક શીખવી જાય છે

માળીયામિંયાણાના વેજલપર ગામે ઉનાળાના કાળઝાળ તાપમાં કાચિંડાની જોડી બની આકર્ષણનુ કેન્દ્ર હાલ ૪૨ ડિગ્રી જેટલા તાપમાનના આકરા તાપમાં એ દોસ્તી હમ નહીં તોડેંગેની જેમ ૪૨ ડિગ્રી ધખધખતા તાપમાનમાં એકબીજાને ભેટી જાણે વર્ષો પછી મળ્યા હોય તેવુ દ્રશ્ય ઉનાળાના ધોમ ધખતા તાપમાં સર્જાયુ હતુ જે દ્રશ્ય કેમેરામાં કંડારવામાં આવ્યુ હતું જેથી થોડીવાર માટે માનવીની પણ પ્રકૃતિના આ પ્રેમની પ્રતીક દોસ્તીને જોઈને આંખો ચાર થઇ ગઈ હતી અને કાચિંડાની આ દોસ્તીએ માનવીને કંઈક શીખામણ આપતું દ્રશ્ય સર્જી સમાજને ભાઈચારાનો સુંદર સંદેશો આપી છવાઈ ગયા હતા કળીયુગ જેવા જમાનામાં કોઈ કોઈનું નથી તેવા વાતાવરણમાં આજકાલ માણસો વાતે-વાતે રંગ બદલી દગો દેતા હોય છે પરંતુ જેને રંગ બદલવાની ટેવ છે તેવા કાચિંડાની જોડી રંગ બદલતા લોકોને આ ગાઢ દોસ્તીના દ્રશ્યમાંથી કંઈક શીખવા જેવુ છે જેથી કાળઝાળ બળબળતા તાપમાં કાચિંડાની દોસ્તીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું જે નજારો કેમેરામાં કંડારાયો હતો

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here