
માળીયા મિંયાણાના સરવડ આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયો કાર્યક્રમ અંતર્ગત ગામ ના સરપંચ દ્રારા પોલિયો બુથ નું ઉ્દઘાટન કરવામાં આવ્યુ
માળીયા મિંયાણિ તાલુકાના પ્રાથમિક.આરોગ્ય.કેન્દ્ર સરવડ ખાતે પોલીયો કાર્યક્રમ અંતર્ગત આજ રોજ સરવડ ગામ ના સરપંચ શ્રી નવનીતભાઇ સરડવા દ્વારા બુથ ઉદઘાટન કરી પોલિયો બુથ ખુલ્લું મૂકવામાં આવ્યુ.આ પ્રોગ્રામ દ્વારા પ્રા.આ.કે.સરવડ ખાતે પ્રથમ દિવસે કુલ 22 બુથ અને માળિયા અવધ હોટેલ ખાતે 1 ટ્રાનઝીટ ટીમ અને બીજા અને ત્રીજા દિવસે 30 ટીમ દ્વારા બાકીના બાળકોને ટીપાં પીવડાવવામાં આવશે. પ્રા.આ કે.સરવડ ખાતે 0 થી 5 વર્ષ ના કુલ 3846 બાળકો ને આ પ્રોગ્રામ અંતર્ગત આવરી લેવામાં આવશે.