
મોરબી ગ્રાહક સુરક્ષા નામદાર કોર્ટે ગ્રાહકને ૬%ના વ્યાજ સાથે રકમ ચુકવવા વેપારી વિરુધ્ધ હુકમ કર્યો
પ્રાપ્ત માહિતી મુજબ કચ્છ પી.આર પી કોમ્યુટર સોલ્યુશનના વેપારી માલીક ઈકબાલભાઈ મામદભાઈ સમા પાસેથી મોરબીના ગ્રાહક દિપકભાઈ ધોધાભાઈ વાધાણીએ કોમ્યુટર તથા હાર્ડડિસ્ક ખરીદી કરેલ હતી જે સામાનમા ખરાબી આવતા વધુ નાણા મેળવીને રિપ્લેક્ષ કરી આપવાનુ વેપારીએ કહેતા ગ્રાહકે પોતે ખરીદેલ માલસમાન પરત મોકલી આપ્યા બાદ વેપારીએ કોમ્યુટર કે લેપટોપ પરત નહી આપતા મોરબીના ગ્રાહક દિપકભાઈ વાધાણીએ વેપારી વિરુધ્ધ મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કોર્ટમા ફરીયાદ કરી હતી આ કેશ ચાલી જતા નામદાર ગ્રાહક સુરક્ષા કોર્ટે ગ્રાહકને ૬% વ્યાજ સાથે નાણાની રકમ ચુકવવા વેપારી વિરુધ્ધ હુકમ કર્યો હતો આ કેશમા અરજદાર ગ્રાહક દિપકભાઈ વાધાણીના વકીલ તરફે મોરબીના યુવા ધારાશાસ્ત્રી હિતેશ પરમાર અને જતીન હોથી રોકાયેલા હતા